Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

હાર્દિકનું લાજવાબ ટ્વીટ : સ્મૃતિ ઈરાનીનું ૨૦૧૩-૧૪નું વાકય ટાંકયું!

'મન કરતા હૈ ગૃહમંત્રી - પ્રધાનમંત્રી કો ચુડીયા ભેજ દૂં' :પાસ સુપ્રિમો હાર્દિક પટેલે એક લાજવાબ ટ્વીટ કર્યુ છે જે ભારે વાયરલ થઈ રહ્યુ છે. ગઈકાલે હાર્દિકે તેના ટ્વીટર હેન્ડલ (@hardikpatel) ઉપર સ્મૃતિ ઈરાની દ્વારા ૨૦૧૩-૧૪માં જાહેરમાં ઉચ્ચારાયેલ વાકયો ટાંકયા છે. સ્મૃતિએ એ સમયે - જયારે ભાજપનું રાજ નહોતુ ત્યારે કહ્યું હતું કે ત્રાસવાદી અને નકસલી હુમલાઓ પછી મન થાય છે કે વડાપ્રધાન અને ગૃહપ્રધાન માટે બંગડીઓ મોકલી દઉં!! હાર્દિકનું આ ટ્વીટ સેંકડો વખત રીટ્વીટ થયુ છે અને સોશ્યલ મિડીયામાં ભારે વાયરલ થયેલ છે.

(4:00 pm IST)