Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

આવકવેરા અધિકારી પોતાની મુનસફી મુજબ કોઇ એક કેસ અલગ તારવી શકતા નથીઃCBDT

આવકવેરાના સુધારાઓને લીધે કરદાતાઓની સંખ્યા ૮ કરોડ થઇ

નવી દિલ્હી તા.૭ :.. પ્રત્યક્ષ કરવેરાને લગતી સુધારણાઓને પગલે મોટી સંખ્યામં કરદાતાઓ આવકવેરની જાળમાં આવ્યા છે. એને પગલે કુલ કરદાતાઓની સંખ્યા ૮ કરોડ થઇ ગઇ હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ (સીબીડીટી) ના ચેરમેન સુશીલચંદ્રે જણાવ્યું છે.

તેમણે એમ પણ કહયું હતું કે 'આટલી મોટી સંખ્યામાં કરદાતાઓ હોય ત્યારે આવકવેરા અધિકારી પોતાની મુનસફી મુજબ કોઇ એક કેસ અલગ તારવી શકે નહીં. આવકવેરાના કુલ કેસમાંથી માત્ર અડધો ટકો કેસ સ્કૂટિની માટે હાથ ધરવામાં આવે છે.'

સુશીલચંદ્રે એક વેપાર-ઉદ્યોગ સંગઠન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું હતું કે 'કરદાતા અને આવકવેરાના અધિકારીઓ વચ્ચેનો સીધો સંપર્ક તોડી નાખવા માટે આવકવેરા ખાતું કાર્ય કરી રહ્યું છે. ખાતાએ આવકવેરાનાં ફોર્મનું ઇલેકટ્રોનિક અસેસમેન્ટ સપ્ટેમ્બર ર૦૧૭ માં શરૂ કર્યુ હતું. અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ કેસમાં આ પ્રકારનું અસેસમેન્ટ થઇ ચુકયું છે.' (પ-૭)

(11:40 am IST)