Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નાશિકમાં ટમેટાં રસ્તા પર ફેંકાયા

નાસિક તા. ૭ :.. ટમેટાંના ભાવ ઓછા થવાને લીધે નાસિક જિલ્લામાં ટમેટાં ઉગાડતા ખેડૂતોએ એને રસ્તા પર ફેંકી દેવાનો વારો આવ્યો છે. હાલમાં નાસિક બજાર સમિતિમાં ટમેટાંના એક કિલોના પાંચથી દસ રૂપિયા મળેછે. બજારમાં ટમેટાંની આવક વધી હોવાથી એના ભાવ તદન ઘટી ગયા છે. નાસિકમાં દિંડોરી, કળવણ, ચાંદવડ અને નિફાડ તાલુકામાં ટમેટાનું વાવેતર થાય છે. આ વર્ષે પણ સારો ભાવ મળશે એવી આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમં વાવેતર કર્યુ છે.

આવક વધી હોવાથી ટમેટાંના ભવા ઘણા નીચા ઉતર્યા છે. ટમેટાંન વાવેતર માટે એક એકર દીઠ પોણા બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને અત્યારના ભાવને જોતાં ખેડૂતોને થયેલો ખર્ચ પણ મળતો ન હોવાથી તેઓ ચિંતામાં મુકાઇ ગયા છે.

(11:22 am IST)