Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કાંદા ફરી રડાવશે? ભાવમાં અધધધ ૪૬ ટકાનો વધારો

નવી દિલ્હી તા. ૭ :.. કેન્દ્ર સરકાર કાંદા ઉપરથી એમઇપી (મીનીમમ એકસપોર્ટ પ્રાઇસ) હટાવી લીધી ત્યારબાદ પહેલા જ દિવસે નાસિકમાં આવેલા દેશના સૌથી મોટા હોલસેલ માર્કેટ લાસનગાંવમાં કાંદાના ભાવોમાં ૪૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો.ભાવોમાં થયેલા વધારા બાદ અહીં પ્રતિ કિવન્ટલ કાંદાની કિંમત ૧૪પ૧ રૂપિયાથી વધીને ર૦૭પ રૂપિયા પ્રતિ કિવન્ટલ થઇ ગઇ હતી.  સોમવારે આ માર્કેટમાંએક કિવન્ટલ કાંદાની ઓછામાં ઓછી કિંમત ૧૦૦૦ રૂપિયા, જયારે વધુમાં વધુ કિંમત રર૦૦ રૂપિયા નોંધવામાં આવી હતી અને આ ભાવોમાં કાંદાની હરાજી થઇ હતી.

કાંદાના હોલસેલ ભાવોમાં વધારો થયો ત્યારબાદ ગયા વર્ષે ર૩ નવેમ્બરે સરકારે ૮પ૦ ડોલર પ્રતિ ટન ઉપર મિનીમમ એકસપોર્ટ પ્રાઇસ લાગુ કરી હતી. ત્યારબાદ હોલસેલ કાંદાના ભાવ એક જ મહિનામાં પચાસ ટકા જેટલા ઓછા થઇ ગયા હતાં. એક જ મહિનામાં કાંદાના ભાવો ૩પપ૦ રૂપિયા પ્રતિ કિવન્ટલથી ઘટીને ફેબ્રુઆરી મહિનામાં ૧૪પ૦ રૂપિયા પ્રતિ કિવન્ટલથઇ ગયા હતાં. હવે એકસપોર્ટ પ્રાઇસનું  નિયંત્રણ હટાવી લેવામાં આવ્યું હોવાથી કાંદા મોંઘા થઇ રહ્યા છે.

(11:21 am IST)