Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ઘાયલોને હોસ્પિટલ પહોંચાડો તમને મળશે રૂ. ૨૦૦૦નું ઇનામ

યુપીમાં શરૂ કરાશે આ યોજના

લખનૌ તા. ૭ : ઉત્ત્।રપ્રદેશમાં એકિસડન્ટના બનાવમાં લોકોને તાત્કાલીક મદદ મળી રહે અને ઘાયલની સહાયતા માટે લોકો આગળ આવે તેને લઈને હવે નવી યોજના આવી રહી છે. જે અંતર્ગત અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનાર વ્યકિતને રૂ.૨૦૦૦નું ઈનામ મળી શકે છે.

જેના માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા યોગી સરકાર સમક્ષ દિલ્હી સરકારની આ વિશેષ યોજનાના આધારે એક પ્રપોઝલ મોકલી દીધી છે. વાહવનવ્યવહાર વિભાગનું માનવું છે કે આ યોજના દ્વારા રોડ અકસ્માતમાં થતા મૃત્યુનો દર ઘટાડવામાં મદદ મળશે.

વાહનવ્યવહાર રોડ સુરક્ષા કમિશનર ગંગાફલે કહ્યું કે, 'ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનાર વ્યકિત ઉમદાકાર્ય કરે છે માટે તેને પુરસ્કાર મળવો જોઈએ. આવા વ્યકિતને રૂ.૨૦૦૦નું ઈનામ આપવા માટે સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.'

હાલ આ યોજના દિલ્હીમાં ચાલી રહી છે. જેને સમગ્ર ઉત્ત્।રપ્રદેશનમાં લાગુ કરવા માટે વાહનવ્યવહાર વિભાગે વધારાના ફંડની ફાળવણી કરવા યોગી સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકયો છે.(૨૧.૯)

(10:27 am IST)