Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

તૃણમૂલ કોંગ્રેસ પ્રવક્તા સાકેત ગોખલે બે દિવસની પોલીસ કસ્ટડીમાં :મોરબી બ્રિજ તૂટી પડ્યા બાદ PM નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે ટ્વીટર ઉપર કોમેન્ટ કરી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી: ગુજરાતના અમદાવાદની એક મેજિસ્ટ્રેટ કોર્ટે 8 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી મંજુર કરી

અમદાવાદ :ગુજરાતના અમદાવાદની એક મેજિસ્ટ્રેટ કોર્ટે આજ મંગળવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેને મોરબી બ્રિજ તૂટી પડયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબીની મુલાકાત અંગેના તેમના ટ્વીટ અંગે નોંધાયેલી ફરિયાદમાં 8 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી મંજુર કરી હતી .

PM નરેન્દ્ર મોદીએ સ્થળની મુલાકાત લીધા બાદ મોરબી બ્રિજ તૂટી પડવાના સંબંધમાં તેમના ટ્વિટ પર ફરિયાદ નોંધાયા બાદ આજે સવારે રાજ્ય પોલીસે ગોખલેની ધરપકડ કરી હતી.

ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે ખોટી ટ્વિટ કરવાના હેતુની તપાસ કરવા માટે ગોખલેની કસ્ટડી જરૂરી હતી.

તેઓએ એ પણ ધ્યાન દોર્યું કે ગોખલેના ટ્વીટમાં બે ફોટા એમ્બેડ કરેલા હતા જે અખબારના કટિંગનો સંદર્ભ આપે છે જે “દક્ષ પટેલ” નામના અન્ય ટ્વિટર હેન્ડલ દ્વારા અપલોડ કરવામાં આવ્યા હતા.

ગોખલે 'દક્ષ પટેલ'ના સંપર્કમાં હતા કે કેમ તે પોલીસ તપાસવા માંગતી હતી.

પોલીસ અખબારની કટિંગ પણ તપાસવા માંગતી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સામેલ છે તેની તપાસ જરૂરી છે.

આ કારણોને જોતાં પોલીસે આરોપીઓની 3 દિવસની કસ્ટડી માટે પ્રાર્થના કરી હતી.
 

જો કે, કોર્ટે તેમને ગોખલેની બે દિવસની કસ્ટડી મંજૂર કરી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)