Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સોની સબ ટીવીની ફેમસ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘ટપ્પુ’એ શો ને અલવિદા કરી: શૈલેષ લોઢા પછી શોમાંથી બીજી મોટી એક્ઝિટ

-તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘ટપ્પુ’એ છોડ્યો શો, જાણો શું છે કારણ

મુંબઈ : સોની સબ ટીવીની ફેમસ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા ભજવનાર એક્ટર રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધું છે. શૈલેષ લોઢા પછી શોમાંથી આ બીજી મોટી એક્ઝિટ છે, જેના કારણે ફેન્સને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. TV9 એ 6 મહિના પહેલા ટપ્પુ આ શોને અલવિદા કહેશે તેવી જાણકારી ફેન્સ સાથે શેયર કરી હતી. પરંતુ હવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરતા રાજ અનડકટે આ સમાચારને ઓફિશિયલ કર્યા છે.
પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાજે લખ્યું છે કે, બધાને મારા નમસ્કાર. હવે સમય આવી ગયો છે કે મારે મને પૂછવામાં આવતા તમામ સવાલો અને સમાચારો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. નીલા ફિલ્મ પ્રોડક્શન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનું મારું એસોશિએશન ઓફિશિયલ રીતે પૂર્ણ થઈ ગયું છે. આ સફર ખૂબ જ સુંદર હતી. આ દરમિયાન મેં ઘણી વસ્તુઓ શીખી, સારા મિત્રો બનાવ્યા. મેં મારા કરિયરની કેટલીક બેસ્ટ મોમેન્ટ આ સેટ પર પસાર કરી છે.
રાજે આગળ લખ્યું છે કે, હું બધાને થેન્કયુ કહેવા માંગુ છું જેમને આ સફરમાં મને સાથ આપ્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ, મારા મિત્રો, મારો પરિવાર અને તમે બધા (ફેન્સ). હું એ તમામ લોકોનો જેમને મારું આ શોમાં સ્વાગત કર્યું, મને ટપ્પુ તરીકે પ્રેમ આપ્યો, હું તમામ લોકોનો આભારી છું. હું તારક મહેતાની ટીમને આગળની સફર માટે શુભેચ્છા પાઠવું છું. હું તમારા બધાના મનોરંજન માટે ટૂંક સમયમાં પાછો આવીશ. તમારો પ્રેમ અને આશીર્વાદ આવી જ રીતે બનાવી રાખજો.
 

 

(7:44 pm IST)