Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં અમુક સ્થળો પર ભારે વરસાદની શક્યતા

મૈંડૂસ નામે ભારતના અમુક ભાગોમાં ચિંતા વધારી દીધી*;ઓછા પ્રેશરનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે અને ૮ ડિસેમ્બરની સવાર સુધી ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને આનાથી કિનારાના દક્ષિણ આંધ્ર પ્રદેશ કિનારા નજીક બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી સુધી પહોંચી શકે છે

નવી દિલ્હી, તા.૬ : મૈંડૂસ' નામે ભારતના અમુક ભાગોમાં ચિંતા વધારી દીધી છે. આ અઠવાડિયે એક ચક્રવાતનું બંગાળની ખાડી ઉપર બનીને તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશની આસપાસના કિનારા સુધી પહોંચવાની શક્યતા છે. આ ચોમાસા બાદનું બીજુ ચક્રવાત હશે અને એકવાર બન્યા બાદ આને મૈંડૂસના નામથી ઓળખવામાં આવશે. ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યુ કે દક્ષિણ અંદમાન સાગર અને પાડોશમાં ઓછા પ્રેશરનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની શક્યતા છે અને ૬ ડિસેમ્બરની સાંજ સુધી દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક પ્રેશર બની શકે છે.

ઓછા પ્રેશરનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે અને ૮ ડિસેમ્બરની સવાર સુધી ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને આનાથી કિનારાના દક્ષિણ આંધ્ર પ્રદેશ કિનારા નજીક બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી સુધી પહોંચી શકે છે. આઈએમડીએ કહ્યુ કે આના કારણે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મંગળવારે સામાન્ય કે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આઈએમડીએ એ પણ કહ્યુ કે ૭ ડિસેમ્બરની મધ્યરાત્રિથી ઉત્તરી કિનારાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અમુક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

૮ ડિસેમ્બરે ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીમાં અલગ-અલગ સ્થળો પર ભારેથી ખૂબ ભારે અને ૯ ડિસેમ્બરે તમિલનાડુમાં ભારેથી ખૂબ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યુ કે પવનની ગતિ ધીમે-ધીમે વધીને ૫૫-૬૫ કિ.મી પ્રતિ કલાક થઈ જશે. જે ૭ ડિસેમ્બરે ૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે. ૮ ડિસેમ્બરે આ વિસ્તારમાં ૭૦-૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલશે. પવનની ગતિ અહીં ૮ ડિસેમ્બરે ૯૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાનના અનુમાનમાં કહેવામાં આવ્યુ છેકે ૬ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી બંગાળની ખાડીના પશ્ચિમ મધ્યના દક્ષિણ-પશ્ચિમ અને આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ ખૂબ ખરાબ રહેવાની શક્યતા છે. ૭ અને ૯ ડિસેમ્બરે દક્ષિણ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને શ્રીલંકાના કિનારા પર સમુદ્રની સ્થિતિ ખરાબ રહેવાની છે. બીજી તરફ ૮ ડિસેમ્બરે આ કિનારા પર સમુદ્રની સ્થિતિ ખૂબ ખરાબ રહેવાની શક્યતા છે.

(7:06 pm IST)