Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મેટ્રોમાં રાઈડ , ઈ-રિક્ષાની સવારી, ગુરુદ્વારામાં લંગર, ચાંદની ચોકમાં ખરીદી, તથા દિલ્હીના રસ્તાઓ પર જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બિઅરબોક જોવા મળ્યા :સોમવારે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા બાદ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ભારત અને જર્મની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી

ન્યુદિલ્હી :જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બિઅરબોક સોમવારે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન ભારત અને જર્મની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થઈ હતી.
અહીં તેમણે ગુરુદ્વારા રસોડા વિશે માહિતી લીધી અને મહિલાઓ સાથે બેસીને રોટલી બનાવી. રસોડાના બીજા ભાગમાં, તેણીએ દાળ અને શાકભાજી જેવા ખોરાક વિશે પૂછપરછ કરી અને તે પોતે દાળ રાંધવામાં હાથ અજમાવતી જોવા મળી. તેમણે ગુરુદ્વારામાં સેવા પણ આપી હતી.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:18 pm IST)