Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ફ્રેન્ચ લેખિકા એની એનોક્સને વર્ષ 2022નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરાયો

82 વર્ષીય ફ્રેન્ચ લેખિકા હિંમત સાથે તેના અંગત અનુભવો વિશે લખે છે

નવી દિલ્હી :ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે. પુરસ્કાર આપનાર સંસ્થાએ જણાવ્યું હતું કે આ એવોર્ડ ફ્રેન્ચ લેખકને તેના નોંધપાત્ર લેખન માટે આપવામાં આવ્યો છે, જે તેની હિંમત અને તેજસ્વીતાને દર્શાવે છે.

82 વર્ષીય ફ્રેન્ચ લેખિકા હિંમત  સાથે તેના અંગત અનુભવો વિશે લખે છે. સ્વીડિશ એકેડમીના સ્થાયી સચિવ મેટ્સ માલમે ગુરુવારે સાહિત્ય જગતના વિજેતાની જાહેરાત કરી હતી. સોમવારે મેડિકલ જગતમાં નિએન્ડરથલ જીનોમ પર રિસર્ચ કરનારા વૈજ્ઞાનિક વેન્ટે પાબોને આ એવોર્ડ મળ્યો હતો.આ પછી મંગળવારે ભૌતિક વિજ્ઞાનમાં સંયુક્ત રીતે ત્રણ વૈજ્ઞાનિકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો

(11:22 pm IST)