Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જીવન નાનું છે, મુસ્કુરાઓ, તમારા પાસે હજી પણ દાંત છે : નાગાલેન્ડના મંત્રી તેમજેન ઇમના અલોંગેનું ટ્વીટ વાયરલ

આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 42 હજારથી વધુ લાઈક્સ જ્યારે 3 હજારથી વધુ લોકોએ પોસ્ટને રિટ્વીટ કરી

સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનાર નાગાલેન્ડના મંત્રી તેમજેન ઇમના અલોંગ (Temjen Imna Along) પોતાના ફની ટ્વિટના કારણે સમાચારોમાં ચમક્તા રહે છે. હાલમાં જ તેમને પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરતાં એક પોસ્ટ ટ્વિટ કરી છે, જેમાં તેઓ સ્માઇલ કરતાં નજરે પડી રહ્યાં છે. તસવીરને જોતા અંદાજો લગાવી શકાય છે કે મંત્રી કોઈ કાર્યક્રમમાં છે. તસવીરમાં તેઓ પોતાના બાજુમાં બેસેલા એક વ્યક્તિની વાત સાંભળીને હસતા નજરે પડી રહ્યાં છે. તેઓ મંત્રીના ઠિક પાછળવાળી પંક્તિમાં બેસેલા ત્રણ લોકોના ચહેરાઓ પર હાસ્ય નહતું.

મંત્રી તેમજેન ઇમના અલોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવેલ આ પોસ્ટમાં ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, જીવન નાનું છે, મુસ્કુરાઓ, જ્યારે તમારા પાસે હજી પણ દાંત છે. આ પાછળના ત્રણ સજ્જનો પર લાગુ થતું નથી. આ સાથે જ તેમને ઇમોજી પણ શેર કર્યા છે. રાજ્ય સરકારમાં ઉચ્ચ શિક્ષા અને આદિવાસી બાબતો સંભાળવાની સાથે નાગાલેન્ડ બીજેપીના સ્ટેટ પ્રેસિડેન્ટના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યૂઝર્સે પણ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 42 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને રિટ્વીટ કરી છે. એક યુઝરે લખ્યું, ‘ જ્યારે તમારી પાસે દાંત નથી અને તમે હસો છો, તો તે વધુ સારું છે, કારણ કે તે પછી અન્ય લોકો પણ તમારી સાથે હસવા લાગે છે.’

(10:08 pm IST)