Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

"LG સાહેબ મને રોજ એટલો ઠપકો આપે છે કે તેટલો તો મારી પત્ની પણ મને બોલતી નથી: કેજરીવાલનું ટ્વીટ

કેજરીવાલે લખ્યું કે - પાછલા છ મહિનામાં LG સાહેબે મને જેટલા લવ લેટર લખ્યા છે, તેટલા આખા જીવનમાં મારી પત્નીએ મને લખ્યા નથી. એલજી સાહેબ થોડૂ ચીલ કરો અને તમારા સુપર બોસને પણ બોલો થોડૂ Chill કરે.

નવી દિલ્હી :દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે તણાવ વધી રહ્યો છે. દારૂથી લઈને શિક્ષણ સુધીના ઘણા કેસોની તપાસ કરનાર એલજી વીકે સક્સેનાએ હવે વીજળી સબસિડી કેસમાં પણ રિપોર્ટ મંગાવ્યો છે. જે બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ ટ્વિટર પર એલજી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવું ટ્વિટ કર્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કેજરીવાલે લખ્યું- ‘એલજી સાહેબ મને એટલો ખખડાવે છે જેટલી મારી પત્ની મને રોજ ખખડાવતી નથી.’

કેજરીવાલે ટ્વિટ કરતાં લખ્યું છે કે, “LG સાહેબ મને રોજ એટલો ઠપકો આપે છે કે તેટલો તો મારી પત્ની પણ મને બોલતી નથી. પાછલા છ મહિનામાં LG સાહેબે મને જેટલા લવ લેટર લખ્યા છે, તેટલા આખા જીવનમાં મારી પત્નીએ મને લખ્યા નથી. એલજી સાહેબ થોડૂ ચીલ કરો અને તમારા સુપર બોસને પણ બોલો થોડૂ Chill કરે.

એલજીએ ચીફ સેક્રેટરીને તે આરોપોની તપાસ કરવાનું કહ્યું છે જે અનુસાર વિજળી વિતરણ કંપનીઓને આપ સરકાર તરફથી સબ્સિડી રકમની ચૂકવણીમાં અનિયમિતત્તા કરવામાં આવી છે. એલજીએ સાત દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે.

એક દિવસ પહેલા બુધવારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઉપરાજ્યપાલને પત્ર લખીને MCDમાં ભાજપ પર રૂ. 6,000 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

ટ્વીટ કરતા મનીષ સિસોદિયાએ લખ્યું કે, “એલજી સાહેબને બે મહિના પહેલા MCDમાં ભાજપના 6000 કરોડના ટોલ કૌભાંડની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ એલજી સાહેબ ભાજપના આ કૌભાંડ પર મૌન છે.. મેં તેમને ફરીથી વિનંતી કરી છે કે નકલી આરોપોમાં અમારી તપાસ કરાવતો રહો પરંતુ તેના ચક્કરમાં અસલી કૌંભાડોથી મોઢૂ ફેરવો નહીં.

(10:02 pm IST)