Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

' આ તે બાપ કે હેવાન ? ' : સાઉદી અરેબિયામાં શિપ પર કામ કરતો બાપ દર બે મહિને મુંબઈ આવી દીકરી પર બળાત્કાર કરતો હતો : પોક્સો એક્ટ ન્યાયધીશે 10 વર્ષની જેલ સજા ફરમાવી

મુંબઈ : મુંબઈની એક કોર્ટે ગુરુવારે ઘરેલુ જાતીય હિંસા સંબંધિત એક કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકનો કર્યા છે. કોર્ટે કહ્યું કે કોઈએ એવું ન માનવું જોઈએ કે ઘરમાં યૌન શોષણનો ભોગ બનેલી વ્યક્તિ પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકતી નથી. તેમ જ એવું માનવું જોઈએ કે તેનું વર્તન સામાન્ય ન હોઈ શકે. તેની સગીર પુત્રી પર ઘણા વર્ષો સુધી બળાત્કાર કરવા બદલ એક વ્યક્તિને દોષિત ઠેરવતા કોર્ટે આ અવલોકન કર્યું હતું.

આરોપી સાઉદી અરેબિયામાં શિપ પર કામ કરતો હતો અને દર બે મહિને તેના પરિવારને મળવા મુંબઈ આવતો હતો. ત્યારે પુત્રી પર બળાત્કાર કરતો હતો.
આરોપીની પત્નીએ 2014માં જોયું કે જ્યારે પણ તે ઘરે હોય ત્યારે તેમની પુત્રી તેને ટાળતી હતી.

29 સપ્ટેમ્બરના રોજ મુંબઈની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ કોર્ટના સ્પેશિયલ જજ જયશ્રી આર પુલુટેએ આરોપીને દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ આદેશની વિગતવાર નકલ બુધવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:24 pm IST)