Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

RJD નેતાએ કહ્યું- હું વિજયાદશમી પર ખોટું નહીં બોલું : બીજેપી પ્રવક્‍તા હસવા લાગ્‍યા

ટીવી ડિબેટ શો દરમિયાન એન્‍કરના સવાલ તમે જનતાને જે કહો છો તે સાચું છે? તે અંગે

 નવી દિલ્‍હી,તા.૬ : વિજયાદશમીના અવસર પર એક ટીવી ડિબેટ શો દરમિયાન જ્‍યારે આરજેડી પ્રવક્‍તાએ કહ્યું કે તેઓ વિજયાદશમીના દિવસે જૂઠું નહીં બોલે, ત્‍યારે ભાજપના પ્રવક્‍તા હસી પડ્‍યા. વાસ્‍તવમાં ટીવી ચેનલના ડિબેટ શો દરમિયાન જ્‍યારે એન્‍કરે રાજકીય પક્ષો વિશે કહ્યું હતું કે જ્‍યારે કોઈ રાજકીય પક્ષ સત્તામાં હોય છે કે વિપક્ષમાં હોય છે ત્‍યારે તે પોતાની સુવિધા સાથે જનતાની સામે કેટલીક બાબતો પીરસે છે અને કહે છે કે આ અંતિમ સત્‍ય છે. એવો પ્રશ્‍ન કરતાં તેમણે કહ્યું કે, શું આવું થઈ રહ્યું છે અને તે વ્‍યાપક પણ થઈ રહ્યું છે?

 ન્‍યૂઝ એન્‍કરના આ સવાલના જવાબમાં આરજેડીના પ્રવક્‍તા મળત્‍યુંજય તિવારીએ ચેનલના તમામ દર્શકો અને પેનલના સભ્‍યોને વિજયાદશમીની શુભેચ્‍છા પાઠવતા કહ્યું, આજે તમે વિજયાદશમીના દિવસે ચર્ચા માટે ખૂબ જ સારો વિષય પસંદ કર્યો છે, અસત્‍ય પર સત્‍યની જીત.તેમણે વધુમાં કહ્યું કે, વર્તમાન વાતાવરણમાં રાજકારણની પ્રકળતિ અને તેની રચનાને જોતાં એવું લાગે છે કે મોટાભાગના લોકો અસત્‍ય બોલે છે, અને છેલ્લા ૭-૮ વર્ષો દરમિયાન અમે આ બાબતની પરાકાષ્‍ઠા જોઈ.

જ્‍યારે આરજેડી પ્રવક્‍તા કહી રહ્યા હતા કે અમે વિજયાદશમીના દિવસે સંપૂર્ણ સત્‍ય બોલીશું, ત્‍યારે ડિબેટ શોમાં બેઠેલા ભાજપના પ્રવક્‍તા રાકેશ ત્રિપાઠી હસવા લાગ્‍યા. આ દરમિયાન, એન્‍કરે મળત્‍યુંજય તિવારી સહિતના તમામ મહેમાનોને એક પ્રશ્‍ન સાથે પેનલ ડિસ્‍કશનનો અંત કર્યો હતો. 

(3:51 pm IST)