Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગામ્‍બિયામાં ૬૬ બાળકોના મોતઃ ભારતના કફ સીરપની તપાસ થશે : WHO

ભારતની મેડેન ફાર્માસ્‍યુટિકલ કંપનીએ ચાર કફ એન્‍ડ કોલ્‍ડ સીરપ બનાવ્‍યા હતાઃ આ મોત તેનાથી જ થઇ છે

બન્‍જુલ,તા.૬: વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠને કહ્યુ છે કે, તે મેડ ઇન ઇન્‍ડિયા કફ સીરપની તપાસ કરી રહ્યુ છે. આ કફ સીરપ પીવાથી ગામ્‍બિયામાં ૬૬ બાળકોના મોત નીપજયા છે. એવું કહેવાઈ રહ્યુ છે કે, ભારતની મેડેન ફાર્માસ્‍યૂટિકલ્‍સ કંપનીએ ચાર કફ એન્‍ડ કોલ્‍ડ સીરપ બનાવ્‍યા હતા. તેનાથી જ આ મોત થઈ છે. ડબલ્‍યૂએચઓએ ટ્‍વીટ કર્યુ હતુ કે, ડબલ્‍યૂએચઓએ મેડિકલ પ્રોડક્‍ટને લઈને એલર્ટ જાહેર કર્યુ હતું. આ એલર્ટ ગામ્‍બિયામાંથી મળેલી ૪ દૂષિત દવાઓને લઈને જાહેર કરવામાં આવ્‍યુ હતુ. તેનો સંબંધ કિડનીની ગંભીર બીમારી અને ૬૬ બાળકોના મોત સાથે હોય. યુવાન જીવનું જવું તે તેમના પરિવાર પર આભ ફાટ્‍યાં જેવું છે.

ડબલ્‍યૂએચઓએ કહ્યુ - આ ચાર તરફના કફ એન્‍ડ કોલ્‍ડ સીરપને ભારતની મેડેને ફાર્માસ્‍યૂટિકલ લિમિટેડે બનાવ્‍યું છે. ડબ્‍લ્‍યૂએચઓ હવે આ કંપની અને ભારતીય અધિકારીઓ સાથે મળીને આ ઘટનાની તપાસ કરશે. ડબ્‍લ્‍યૂએચઓએ કહ્યુ છે કે, હાલ તો દૂષિત દવાની ઓળખ માત્ર ગામ્‍બિયામાં થઈ છે. તેથી વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠન તમામ દેશોને આ પ્રોડક્‍ટની ઓળખ કરવા અને તેને હટાવવાની અપીલ કરે છે. જેથી દર્દીઓને નુકસાનથી બચાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, આ સમાચાર ફેલાતાની સાથે જ સમગ્ર ગામ્‍બિયામાં હાહાકાર મચ્‍યો છે. લોકોને કંઈ સમજણ પડી રહી નથી. હોસ્‍પિટલમાં ભીડ વધવાથી અવ્‍યવસ્‍થા ઉભી થઈ ગઈ છે. સ્‍વાસ્‍થ્‍ય અધિકારીઓું કહેવું છે કે, હવે કોઈપણ પ્રકારનું સીરપ લેતા પહેલાં તેની તપાસ કરાવી લેવી. મેડેન ફાર્માસ્‍યૂટિકલના ઉત્‍પાદનોથી દૂર રહેવું. ઉલ્લેખનીય છે કે, ગામ્‍બિયામાં બાળકોને અચાનક જ શરદી-ખાંસી થઈ જતા તમામને મેડેન ફાર્માસ્‍યૂટિકલનું કફ એન્‍ડ કોલ્‍ડ સીરપ આપવામાં આવ્‍યું હતું. હાલ તો એ સ્‍પષ્ટ નથી કે, આ ભારતીય કંપની ત્‍યાં કેવી રીતે તેની પ્રોડક્‍ટ વેચી રહી છે.

(10:46 am IST)