Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

હવે 18 વર્ષથી મોટી વયના લોકો માટે પ્રિકોશન ડોઝનો સમયગાળો ઘટાડાયો : 18 વર્ષથી ઉપરના લોકો માટે પ્રિકોશન ડોઝનો સમય ગાળો 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરાયો : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની જાહેરાત

નવી દિલ્હી :  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ વેક્સીનના બીજા ડોઝ અને સાવચેતીના ડોઝ વચ્ચેનું અંતર 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દીધું છે. સરકારે કોવિડ વેક્સીનના બીજા ડોઝ અને સાવચેતીના ડોઝ વચ્ચેનું અંતર 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કર્યું છે. રસીકરણ પર સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI) એ બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના અંતરને ઘટાડવાની ભલામણ કરી હતી

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને લખેલા પત્રમાં કહ્યું કે, ‘ખાનગી કોરોના રસીકરણ કેન્દ્રોમાં બીજા ડોઝની તારીખથી 6 મહિના અથવા 26 અઠવાડિયા પૂરા થયા પછી હવે 18-59 વર્ષના તમામ લાભાર્થીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. .

(6:16 pm IST)