Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

જાનૈયાઓથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વરરાજા ઉંટ પર બેઠા!

22 વર્ષીય વરરાજા વ્યવસાયે પત્રકાર : ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઇ: કોરોના મહામારીના ડરને કારણે લોકોના જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. જાહેર જગ્યાઓ પર એકબીજા વચ્ચે યોગ્ય અંતર, માસ્ક, સેનેટાઇઝર સહિતની વસ્તુઓ જરુરી બની છે. ત્યારે  મહારાષ્ટ્રના મરાઠાવાડમાં એક વ્યક્તિએ પોતાના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને અનોખો ઉપાય કર્યો છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

મરાઠાવાડની અંદર ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને એક વરરાજાએ ઘોડાને બદવે ઉંટ પર બેસીને જાન કાઢી હતી. જેના કારણે કોરોના વાયરસના જોખમને ઓછું કરી શકાય. મરાઠાવાડની સાલેગાંવ નિવાસી અક્ષય વરપેના લગ્ન એશ્વર્યા વરપે સાથે થયા.હતા 

22 વર્ષીય અક્ષય વ્યવસાયે પત્રકાર છે. તો એશ્વર્યા શિક્ષક બનવા માંગે છે.કોરોના ગાઇડલાઇન વચ્ચે યોજાયેલા આ લગ્નમાં કોઇ મહેમાનના કારણે કોરોના વાયરસના ફેલાય તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તો અક્ષયે પોતાની જાનમાં ઉંટ પર બેસવાનું પસંદ કર્યું. તેવની પાછળનું કારણ એવું આપ્યું કે આટલી ઉંચાઇ હોવાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે. 12 હજારનો ખર્ચ કરીને તેણે ઉંટની વ્યવસ્થા કરી હતી. જાનની અંદર જાનૈયાઓએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું હતું.

(11:44 pm IST)
  • 2001 ના રોજ યુએપીએ હેઠળ પ્રતિબંધિત આઉટફિટ સિમીના સભ્ય હોવાના આરોપસર સુરતમાં ધરપકડ કરાયેલા 122 લોકોને ગુજરાત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા : કોર્ટનું કહેવું છે કે પ્રોસેક્યુશન 'આકસ્મિક, વિશ્વાસપાત્ર અને સંતોષકારક' પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. access_time 6:04 pm IST

  • ઇડીએ મેસર્સ શિનાગો પ્લાન્ટેશન પ્રા. લી. ના ડિરેક્ટર, હિતેશ પટેલ અને સુરેશ એન પટેલની પીએમએલએ હેઠળ રૂ. 325 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. access_time 6:04 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18,292 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,91,864 થઇ :એક્ટિવ કેસ 1,77,389 થયા વધુ 14,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,52,174 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,693 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,216 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST