Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

મંગળવારથી IPL-2021નો મહા મુકાબલો : અમદાવાદ સહિત 6 શહેરોમાં રમાશે મેચો 30મેએ ફાઇનલ જંગ

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે અમદાવાદ, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, દિલ્હી એને બેંગલુરુ ક્રિકેટ ધમાલ

અમદાવાદ : ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાના ભવ્ય ટેસ્ટ શ્રેણી વિજય સાથે ભારતમાં ક્રિકેટનો માહોલ જામ્યો છે. હવે 9 એપ્રિલથી દેશમાં જ IPL2021નો મહા મુકાબલો જોવા મળશે ફાઇનલ 30 મેના રોજ રમાશે. આ વખતની સીઝન 51 દિવસની રહેશે. જો કે કોરોનાના કારણે તકેદારી તરીકે માત્ર 6 શહેરોમાં જ મેચોનું આયોજન કરાયું છે 

ભારતમાં 6 શહેરો અમદાવાદ, કોલકાતા, મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ અને બેંગ્લુરુ છે. જ્યાં IPL 2021ની તમામ મેચો રમાશે. આ સમય દરમિયાન દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુંડુચેરીમાં વિધાન સભા ચૂંટણીઓ યોજાઇ રહી છે. 27 માર્ચથી 29 એપ્રિલ સુધી વિવિધ તબક્કામાં મતદાન થશે અને 2 મેના રોજ પરિણામ આવી જશે.

ઉપરાંત દેશમાં બોર્ડની પરીક્ષાઓ પણ આ સમયગાળામાં જ યોજાવવાની છે. તેથી આઇપીએલ 2021ના દર્શકોની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. ગત વર્ષે 2020માં કોરોનાને કારણે યુએઈમાં સફળતા પુર્વક ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની હતી.

ટૂર્નામેન્ટની બધી 60 મેચ શારજાહ, દુબઇ અને અબુધાબીમાં ગત વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન રમાઇ હતી. ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી ટાઇટલ કબજે કર્યું હતું.

 

તાજેતરમાં જ ઇન્ડિયન પ્રિમિયર લીગ IPL 2021ના ખેલાડીઓની હરાજી થઇ હતી. ત્યાર બાદ નવી સીઝનના વેન્યુ અંગે ચર્ચા થવા લાગી હતી. કહેવાતું હતું કે આ વખતે તમામ ગ્રુપ સ્ટેજની મેચો મુંબઇમાં થઇ શકે છે. જ્યારે નોકઆઉટ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ શકે છે. પરંતુ તાજેતરમાં મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ફરી વધવા માંડતો મુંબઇ વેન્યુ સામે શંકા ઘેરાઇ હતી.

દિલ્હી કેપિટલ્સવા કો-ઓનર પાર્થ જિંદલે કહ્યું હતું કે આઇપીએલના બે ફેસને બે વેન્યુ પર યોજી શકાય છે. એક મુંબઇ છે. જ્યાં ત્રણ મેદાન છે. સાથે જ પ્રેકિટસ માટે સારી સુવિધાઓ પણ છે. જ્યારે નોકઆઉટ રાઉન્ડ અમદાવાદમાં થઇ શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેની પુષ્ટિ થઇ નથી, માત્ર સાંભળ્યું છે.

પાર્થ જિંદલે તેમ છતાં પોતાનો મત રજૂ કરતા કહ્યું હતું કે હું માનું છું કે આઇપીએલની મેચો દેશના વધુને વધુ શહેરોમાં કરાવવી જોઇએ. જેથી વિશ્વને આ સંદેશ પહોંચે કે અમે ઓક્ટોબરમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે પણ તૈયાર છીએ.

(7:50 pm IST)