Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ટ્રમ્પ શાસનમાં ભારતમાં સબંધો સારા : જ બાઇડેન સરકારમાં મૂળ ભારતીયોનો ટોચના હોદ્દાઓ પર કબ્જો : દબદબો વધ્યો

સ્પીચ રાઈટરથી લઈને NASA અને સરકારના મોટાભાગના દરેક ડિપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા 55 ભારતીયની નિમણુંક

વૉશિંગ્ટન: ટ્રમ્પના શાસન દરમિયાન ભારત અને અમેરિકાના સબંધો ખૂબ જ સારા રહ્યાં હતા, જેની ચર્ચા પણ થતી રહેતી હતી. જો કે હવે એવું લાગે છે કે, નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન ડોનાલ્ડ ટ્રમ્પને પણ પાછળ છોડી દેશે. હકીકતમાં રાષ્ટ્રપતિ બન્યાના 50 કરતાં ઓછા સમયમાં જ બાઈડને પોતાની સ્પીચ રાઈટરથી લઈને અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA અને સરકારના મોટાભાગના દરેક ડિપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા 55 ભારતીય અમેરિકનોની નિમણૂંક કરી દીધી છે

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે જ કહ્યું કે, ભારતીય અમેરિકનો જ તેમના દેશને આગળ લઈ જઈ રહ્યાં છે. આ વાત કહેવા પાછળનું કારણ એ છે કે, અનેક ભારતીય મૂળના લોકોને બાઈડેન વહીવટી તંત્રમાં મહત્વનું સ્થાન મળ્યું છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને મંગળ પર ઉતરનારા રોવરની સફળતા માટે NASAની ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે NASA જેટ પ્રોપલ્શન લેબોરિટરી (JPL) કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાં ટીમની સરાહના કરી. જેમાં ભારતીય અમેરિકન એરોસ્પેસ એન્જિનિયર, ડોક્ટર સ્વાતિ મોહન પણ સામેલ હતી. Biden Administration

બાઈડને આ દરમિયાન ડૉક્ટર મોહનને કહ્યું કે, ભારતીય-અમેરિકનોએ અમેરિકાને નવી ઊંચાઈ આપી છે. ભારતીય મૂળના અમેરિકનો દેશને આગળ લઈ જઈ રહ્યાં છે. તમે (મોહન), વાઈસ પ્રેસિડન્ટ (કમલા હૈરિસ), મારી સ્પીચ રેડી કરનારા (વિનય રેડ્ડી). આ સૌનો આભાર માનવા માંગુ છું.Administration
20 જાન્યુઆરીએ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા બાઈડેને પોતાની ટીમમાં મુખ્ય પદો પર ઓછામાં ઓછા 55 ભારતીય અમેરિકનોની નિમણૂંક કરીને ઈતિહાસ રચ્યો છે. જેમાં વાઈસ પ્રેસિડન્ટ કમલા હૈરિસ સામેલ નથી.

બાઈડેન ઓથોરિટામાં 55 ભારતીય-અમેરિકનોમાં અડધો-અડધ મહિલાઓ છે અને જેમાંથી એક વ્હાઈટ હાઉસમાં કામ કરી રહી છે. અત્યાર સુધી ઓબામા-બાઈડેન શાસન કાળ (2009-2017)ને કોઈપણ અમેરિકન વહીવટીતંત્રમાં મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનોની પસંદગી કરવાનું ગૌરવ પ્રાપ્ત છે. Biden Administration

જ્યારે અગાઉના ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન પણ આ મામલે વધારે પાછળ નથી રહ્યું. ટ્રમ્પના સમયમાં પણ કેબિનેટ રેન્ક અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની અંદર પણ ભારતીય-અમેરિકનોની પસંદગી કરવામાં આવી હતી.

તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતીય-અમેરિકન માજૂ વર્ગીઝને વ્હાઈટ હાઉસના સૈન્ય કાર્યાલયના ઉપ સહાયક તરીકે નિમણૂંક આપી છે. માજૂ વર્ગીઝ બાઈડેન કેમ્પેઈનની ચીફ ઑપરેટિંગ ઓફિસર પણ હતી.

ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક ભવ્યા લાલને અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAની એક્ટિંગ ચીફ ઑફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

બાઈડેન દ્વારા નિમણૂંક પામેલ ભારતીય અમેરિકન મહિલાઓમાં ઉજરા જેયા પણ સામેલ છે. જેયા નાગરિક સુરક્ષા, લોકતંત્ર, માનવાધિકાર, વિદેશ વિભાગમાં મહત્વના પદ પર છે. જેયાએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં 2018માં વિદેશ સેવા છોડી દીધી હતી.

આ સિવાય માલા અડિગા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની ડૉ જિલ બાઈડેનની પોલિસી ડિરેક્ટર છે. આઈશા શાહ પાર્ટનરશિપ મેનેજર, વ્હાઈટ હાઉસ કાર્યાલયમાં ડિજિટલ રણનીતિકાર
સમીરા ફાજિલી: US નેશનલ ઈકોનૉમિક્સ કાઉન્સિલના વાઈસ ડિરેક્ટર
સુમોના ગુહા: રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ, વ્હાઈટ હાઉસમાં દક્ષિણ એશિયાની ડિરેક્ટર
સબરીના સિંહ: નાયબ પ્રેસ સચિવ,

(7:26 pm IST)
  • ૧૧ થી ૧૫ માર્ચ ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૧૧ થી ૧૫ માર્ચ સુધી ગાંધીનગર ખાતે મળશે તેમ જાણવા મળે છે access_time 3:29 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST

  • ટીમ ઈન્ડિયા ૩૬૫ રનમાં ઓલઆઉટઃ સુંદર (૯૬ રન નોટઆઉટ) સદી ચૂકયો : ૧૫૮ રનની મહત્વની લીડ : અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ૧૧૪.૪ ઓવરમાં ૩૬૫ રન બનાવી ઓલઆઉટ થયુ છે : સુંદર અને અક્ષર પટેલે શાનદાર બેટીંગનું પ્રદર્શન કરી ભારતને વિનીંગ પોઝીશનમાં લાવી દીધુ છે : કમનસીબે અક્ષર પટેલ ૪૩ રને આઉટ થયા બાદ ઈશાંત અને સિરાજ પણ આઉટ થઈ ગયા હતા : સુંદર સદી ચૂકી જતા નિરાશ થયો હતો તે ૯૬ રને નોટઆઉટ રહ્યો હતો : ઈંગ્લેન્ડના બોલરો સ્ટોકસ ૪, ઍન્ડરસન ૩, લીચને ૨ વિકેટ મળી છે : ભારતને ૧૫૮ રનની મહત્વની લીડ મળી છે access_time 11:35 am IST