Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

દહેજ કેસઃ બેરહેમ માણસ રહેમને લાયક નથી

કોર્ટની સ્પષ્ટ વાતઃ આરોપી પતિની આગોતરા જાીમન અરજી ફગાવી

નવી દિલ્હી તા.૬ : સીજેઆઇએસએ બોબડેની અધ્યક્ષવાળી સુપ્રિમ કોર્ટની બેંચે શુક્રવારે દહેજ પ્રતાડનાના આરોપી પતિને આગોતરા જામીન અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે નિર્દયી આદમી દયાને લાયક નથી હોતા.

સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી એટલા માટે પણ મહત્વપુર્ણ છે કેમ કે આ કેસમાં પતિનો કેસ મજબુત હતો અને આશા હતી કે તેને જામીન મળી જશે. જો કે સીજેઆઇની અધ્યક્ષતાવાળી બેંચે આ કેસમાં મહિલાના આરોપોનું સમર્થન કર્યુ હતુ.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના સમાચારો અનુસાર, પતિએ દાવો કર્યો હતો કે તેની પત્ની તેનાથી અલગ રહીને કોઇ અન્ય વ્યીકતને પોતાની નગ્ન તસ્વીરો મોકલી હતી. આ બાબતે કરાયેલી પોલીસ ફરિયાદ પછી જવાબમાં પત્નીએ તેના પર દહેજ પ્રતાડનાનો આરોપ મુકયો હતો.

પતિના વકીલે કહયું કે મહિલા જયારે પોતાના પતિથી અલગ રહેતી હતી ત્યારે તેણે બીજા શખ્સ સાથે સેંકડો નગ્ન તસ્વીરો મોકલી હતી. ત્યાર પછી તેણે દહેજ પ્રતાડનાનો પણ આરોપ લગાવ્યો હતો, જયારે દહેજત રીકે પતિ દ્વારા એક રૂપિયો પણ નથી લેવામાં આવ્યો કે માંગવામાં આવ્યો. વકીલે કહયુ઼ કે મહિલાનો આરોપ એક તરફી છે.

સુપ્રિમ કોર્ટની બેંચે પતિની આગોતરા જામીન અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે જો મહિલાએ કોઇ વ્યકિત સાથે નગ્ન તસ્વીરો શેર કરી હોય તો તમે તેને છુટા છેડા આપી શકો છો, પણ તમે તેની સામે ક્રુ ન થઇ શકો. કોર્ટે એમ પણ કહયુ઼ કે એફઆઇઆરમાં આરોપ હંમેશા એક તરફી જ હોય છે. એવી કોઇ એફઆઇઆર નથી હોતી જે આરોપી અને ફરિયાદ સાથે નોંધાવે. હવે આ કેસમાં આરોપી પતિને ગીરફતાર કરવામાં આવશે. જો કે રાજસ્થાન કોર્ટમાંથી પતિના માતા-પિતાને આગોતરા જામીન મળી ગયા છે.

(1:16 pm IST)