Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વહેલી સવારે લદ્દાખ ભૂકંપના આંચકા: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6ની નોંધાઈ : લોકોમાં ફફડાટ

ભૂકંપ આવતાં લોકો પોતાના ઘરની બહાર નિકળી ગયા : અફરા તફરીનો માહોલ

લદ્દાખ: શનિવારે સવારે લદ્દાખ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ છે. લોકો ઘરમાં સુતા હતા, ત્યારે ભૂકંપએ બધાને ધ્રૂજાવી નાખ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર લદ્દાખમાં આજે સવારે 5 વાગે 11 મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી છે. ભૂકંપ આવતાં લોકો પોતાના ઘરની બહાર નિકળી ગયા હતી. અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના લીધે સીલિંગ ફેન અને અન્ય સામાન્ય ડગમગવા લાગ્યો હતો.
 અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી હજુ તપાસ કરી રહી છે કે ભૂકંપનું કેંદ્ર ક્યાં અને જમીનથી કેટલું નીચે હતું. જોકે અત્યાર સુધી ભૂકંપના લીધે લદ્દાખમાં કોઇ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.

(10:45 am IST)