Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

બંગાળ ચૂંટણી : વડાપ્રધાન મોદીની કાલે ગ્રાન્ડ રેલી

સુરક્ષામાં લાગશે ૧૫૦૦ CCTV : એક નહીં પણ ત્રણ તો હશે મંચ : ૭ લાખ લોકોને કરશે સંબોધન

કોલકતા,તા. ૬:પશ્ચિમ બંગાળના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનારી વડાપ્રધાન મોદીની આગામી ચૂંટણી રેલી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને પ્રશાસને પરેડ ગ્રાઉન્ડ અને તેની આસપાસ ૧૫૦૦ જેટલા સીસીટીવી કૈમેરા લગાવાનો પ્લાન બનાવ્યો છે.

તો વળી ભીડને નિયંત્રિત કરવા માટે મેદાનમાં લાકડી લગાવામાં આવશે, સાથે જ સુરક્ષા એજન્સીઓને પોડિયમની સામે ૪ લેવલે બેરિકેડીંગ કરી છે. જયાંથી વડાપ્રધાન મોદી ૭ લાખથી વધારે લોકોને સંબોધન કરશે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, મેન મંચની સાથે બે નાના નાના મંચ પણ હશે, જેમાં એક સ્થાનિક ભાજપના નેતાઓ માટે હશે અને બીજો મંચ મીડિયા કર્મીઓ માટે હશે.

આ ઉપરાંત સુરક્ષા માટે અને અવરજવરને ધ્યાને રાખીને હેસ્ટિંગ્સ, કૈથ્રેડલ રોડ, ખિદિરપુર, એજેસી બોસ રોડ અને હોસ્પિટલ રોડ જેવા વ્યસ્ત માર્ગો પર કાર્ગો વ્હીકલ અને અન્ય વાહનોની અવરજવર પર સમગ્રપણે પ્રતિબંધ લગાવામાં આવશે. પોલીસે કહ્યુ હતું કે, ૭ માર્ચના રોજ ૮ વાગ્યાથી પહેલા કોઈ પણ બહારનો સામાન કલકત્ત્।ામાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

(10:42 am IST)