Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્વાવક ઘટના !

વિદાય વખતે દુલ્હન એટલુ રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

વિદાય સમયે પિતાનું ઘર છોડીને પતિના ઘરે હંમેશ માટે જવાના આ સમયે કન્યા ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી હતી. રોઝા એટલી હદ સુધી રડી કે તે અચાનક ઢળી પડી હતી

ભુવનેશ્વર,તા. ૬: : બે દિવસ પહેલા વડોદરામાં લગ્ન બાદ વિદાય વખતે કન્યાનું મોત થયું છે. એટલે કે ખુશીનો ઉત્સવ એકાએક માતમમાં ફેરવાઈ ગયો હતો. આવી જ એક ઘટના ઓડિશામાં બની હતી. અહીં રાત્રે યુવતીના રાત્રે લગ્ન થયા હતા અને બીજા દિવસે સવારે દુલ્હનની વિદાય યોજાઈ હતી. વિદાય દરમિયાન પિતાનું ઘર છોડવાના દુઃખમાં એટલું બધું રડી કે તે અચાનક ઢળી પડી હતી. હાજર મહેમાનોએ તેને હોસ્પિટલ ખસેડી હતી. જોકે, હાજર ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. બીજી તરફ કલાકો પહેલા જે ઘરમાં લગ્નની શરણાઈઓ ગુંજતી હતી એ જ ઘરમાં માતમ છવાયો હતો. ઉત્સાહભેર લગ્ન કરીને સાથે જીવવા મરવાની વચને બંધાયેલી પત્ની અચાનક દુનિયા છોડીને જતી રહેતા દુલ્હો પણ આઘાતમાં સરી પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે ઓડિશા રાજયના સુબરનાપુર જિલ્લાના ઝુલુંદા ગામે લગ્ન થયાં. તેના લગ્ન તંબૂ ગામની બિસ્કીસન પરદાન નામના યુવકના લગ્ન રોઝા સો નામની યુવતી સાથે થયાં હતાં. તે દિવસે બધા સંબંધીઓ યુવતીના ઘરે હતા. બીજા દિવસે શુક્રવારે સવારે નવદંપતીઓને વિદાય આપીને સાસરે વળાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.

તેમના રિવાજ પ્રમાણે, દુલ્હનની વિદાય સમારોહ ચાલી રહ્યો હતો. વિદાય સમયે પિતાનું ઘર છોડીને પતિના ઘરે હંમેશ માટે જવાના આ સમયે કન્યા ધ્રૂસ કેને ધ્રૂસકે રડવા લાગી હતી. રોઝા એટલી હદ સુધી રડી કે તે અચાનક ઢળી પડી હતી.

(10:20 am IST)