Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભારતની હિસ્સેદારી ૬.૮ કરોડ ટન

દુનિયાની ૩ અબજ વસ્તીને નથી મળતુ પુરતુ ભોજન બીજી બાજુ ધનવાનો દ્વારા ૯૩ કરોડ ટન ભોજનનો બગાડ

યુનો, તા.૬: કોરોના મહામારી અને લોકડાઉનના લીધે સમગ્ર દુનિયામાં ભોજનની ઉપલબ્ધતાની સમસ્યા અને ભૂખમરો વધી રહ્યો છે. જયારે બીજી બાજુ ધનવાન અને સાધનસંપન્ન લોકો દ્વારા અનાજનો બેફામ બગાડ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. સંયુકત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂડ વેસ્ટ ઈંડેકસ રિપોર્ટ ૨૦૨૧માં સામે આવેલી વાતો છે. રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં અનુમાનિત રીતે ૯૩૧ મિલિયન ટન ભોજનનો કચરો કચરાપેટીમાં જાય છે. વર્ષ ૨૦૧૯માં ગ્રાહકોને ઉપલબ્ધ કુલ ભોજનના ૧૭ ટકા, ઘરેલૂ, છૂટક વેપારીઓ, રેસ્ટોરંટ અને અન્ય ખાદ્ય સેવાઓ દ્વારા કચરા પેટીમાં કચરો ગયો. ભારત પણ તેમાં પાછળ નથી.

ગુરૂવારે જાહેર કરાયેલી UNEP રિપોર્ટમાં કહેવાયુ છે કે, ૨૦૧૯-૨૦માં ભારતમાં વેસ્ટેઝ ફડનો કુલ વજન કઠોળ, શેરડી અને બાગાયતી ઉત્પાદનોના કુલ ઉત્પાદનની બરાબર હોય છે. રિપોર્ટમાં જણાવે છે કે, ભારતમાં પણ જયાં લાખો લોકો પોતાની રોજી માટે વેઠી રહ્યા છે. અહીંયા પણ કેટલાય ટન ભોજન દર વર્ષે બરબાદ થાય છે. નિષ્ણાંતો આ વિષય પર ગંભીર વિરોધાભાસમાંથી બહાર નિકળવાનો ઉપાય શોધી રહ્યા છે. આપણે સરકાર અને એનજીઓની મદદથી આ વિષય પર જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે. ભારતમાં ૬.૮ કરોડ ટન ભોજન બરબાદ થાય છે.

જો વૈશ્વિક સ્તર પર વાત કરીએ તો, ઘરોમાં ૭૪ કિલોગ્રામ ભોજન બરબાદ થાય છે. તો વળી દેશોમાં અફદ્યાનિસ્તાનમાં ૮૨ કિલોગ્રામ દર વર્ષે, નેપાલમાં ૭૯ કિલોગ્રામ, શ્રીલંકામાં ૭૬, પાકિસ્તાનમાં ૭૪ અને બાંગ્લાદેશમાં ૬૫ કિલોગ્રામ પ્રતિ વ્યકિત ભોજન બરબાદ થાય છે. પ્રતિ વ્યકિત, ખાદ્ય વેસ્ટ, વાસ્તમવમાં દક્ષિણ એશિયાઈ અને યુરોપના મોટા ભાગના તથા ઉત્તરી અમેરિકી દેશોની સરખામણીએ પશ્ચિમ એશિયાઈ અને ઉપ સહારા આફ્રિકી દેશોમાં તે વધારે છે.

રિપોર્ટમાં ખાદ્ય અને કૃષિ સંગઠનનો ઉલ્લેખ કરતા કહેવાયુ છે કે, એવુ અનુમાન છે કે, ૨૦૧૯માં સમગ્ર દુનિયામાં ૬૯૦ મિલિયન લોકો ભૂખની કમીથી ઝઝૂમી રહ્યા છે. ખાદ્ય અપવ્યય સૂચકાંક રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોરોનાની મહામારીના સમયમાં અને તે બાદ આ સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આ રિપોર્ટથી ચોક્કસપણે લોકોમાં સંદેશોમાં જશે અને ભોજનના થતાં વેસ્ટને અટકાવવામાં મદદ મળશે. કારણ કે, સમગ્ર દુનિયામાં ૩ અબજ લોકો સામે ભોજનની સમસ્યા ઉભી થયેલી છે.

આપને જણાવી દઈએ કે, વૈશ્વિક ગ્રીન હાઉસ ગૈસ ઉત્સર્જનનો ૮-૧૦ ટકા એવા ભોજન સાથે જોડાયેલા છે, જેનું સેવન નથી કરવામાં આવતું. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણએ યુએનઈપીના કાર્યકારી નિર્દેશક ઈનગર એંડરસને કહ્યુ હતું કે, ખાદ્ય અપવ્યયને ઓછુ કરવા માટે જીએચસી ઉત્સર્જનમાં કાપ મુકાશે. જમીન રૂપાંતરણ અને પ્રદૂષણના માધ્યમથી પ્રકૃતિનો વિનાશ ધીમો થશે. ભોજનની ઉપલબ્ધતા વધશે, અને આવી રીતે ભૂખમરાને ઓછી કરી શકાશે. વૈશ્વિક મંદીના સમયમાં પૈસાની બચત થશે.

(10:17 am IST)