Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

તુર્કી બાદ અમેરિકાના ન્યૂયોર્કના પશ્ચિમી ભાગમાં 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

સવારે 6 વાગ્યેને 15 મિનિટ પર આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ બફેલોનું વેસ્ટ સિનેકા શહેર

તુર્કી બાદ અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના પશ્ચિમી ભાગમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા. આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવી રહ્યો છે. આ ભૂકંપથી જાનમાલને કોઈ નુકસાન પહોંચ્યુ નથી. અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે વિભાગે પ્રાથમિક જાણકારીમાં જણાવ્યું કે સ્થાનિક સમયનુસાર સવારે 6 વાગ્યેને 15 મિનિટ પર આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ બફેલોનું વેસ્ટ સિનેકા શહેર હતું અને તેની તીવ્રતા 3.8 માપવામાં આવી છે.   તુર્કીમાં સવારે આવેલા આવેલા વિનાશક ભૂકંપ બાદ સાંજે ફરીથી 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીમાં સવારે આવેલા ભૂકંપને પગલે ભારે વિનાશ સર્જાયો છે અને ભારે તબાહી જોવા મળી રહી છે. દેશના લગભગ 10 પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે.

(11:59 pm IST)