Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અદાણી ટ્રાન્સમિશન લિ.નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા કવાર્ટરના એકીકૃત પરિણામો

ESGના તેના મજબૂત લક્ષ્ય તરફ આગળ વધતી અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) PATમાં ૭૩% વધારા સાથે તેના વ્યવસાયિક પ્રદર્શનમાં થયેલો સુધારો

નાણા વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં રોકડ નફો ૩૪% વધી રૂ. ૯૫૫ કરોડ આ સમય ગાળામાં રૂ. ૪૭૮ કરોડનો PAT, YoY ૭૩% વધ્યો: ત્રીજા ક્વાર્ટરનો EBITDA વાર્ષિક ધોરણે ૨૯% વધીને રૂ. ૧,૭૦૮ કરોડ હતો

નાણાંકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરની નાણાકીય ગતિવિધી (yoy)

એકીકૃત આવક ૧૬ ટકા વધીને રૂ.,૦૩૭ કરોડ થઈ

એકીકૃત ઓપરેશ્નલ EBITDA(1)   રૂ.,૩૧૮ કરોડ

EBITDA ૭% વધી રુ. ૪,૩૯૫ કરોડ  

એકીકૃત રોકડ નફો ટકા વધીને રૂ.૨૪૩૩ કરોડ થયો

  રૂ.૪૭૮ કરોડના કોન્સોલિડેટેડ PAT ૭૩% નો મજબૂત ઉછાળો નોંધાવ્યો હતો, જેને નિયમનકારી હુકમથી રૂ. ૨૪૦ કરોડની એક વખતની આવક દ્વારા મદદ મળી હતી.

એકીકૃત રોકડ નફામાં ૩૪% વધારા સાથે રુ.૯૫૫ કરોડ

નાણાંકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરની ઓપરેશ્નલ ગતીવિધી:

ટ્રાન્સમિશન વ્યવસાય

નાણાંકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેશ્નલાઇઝ્ડ ૩૭૧ ckm : કુલ ટ્રાન્સમિશન નેટવર્ક ૧૮,૭૯૫ ckm થયું

  જામ ખંભાળિયા ટ્રાન્સકો (JKTL) અને WRSS XXI (A) લાઇન સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી હતી

૯૯.૭૫ ટકા મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપલબ્ધ  

વિતરણ વ્યવસાય (AEML)

પુરવઠાની વિશ્વસનીયતા ૯૯.૯% પર જાળવી રાખી (ASAI)

વાર્ષિક ૪%ના ધોરણે ઉર્જા માંગ (વેચેલા એકમો) વધીને ૨,૧૬૯ મિલિયન એકમ

વિતરણ નુકસાન ઘટાડીને ૫.૬૦% કરવામાં આવ્યું હતું, અને એકત્ર કાર્યક્ષમતા ૧૦૦% થી વધુ છે

તાજેતરના સમયગાળામાં કોલસાના ભાવ અને વીજળીના ખરીદી ખર્ચમાં વધારાની અસર માસિક બિલિંગમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ' (FAC) વસૂલાત દ્વારા આંશિક રીતે સરભર કરવામાં આવી છે.

૭૪.૯%ના દરે ડિજિટલ ચૂકવણી સાથે ગ્રાહક-કેન્દ્રિત પહેલ ચાલુ છે

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન કંપની અને વૈશ્વિક સ્તરે વિવિધ ઔદ્યોગિક વ્યવસાય ધરાવતા અદાણી પોર્ટફોલિઓના એક અંગ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (ATL)  તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરની  કામગીરી અને નાણાંકિય દેખાવની  આજે જાહેરાત કરી છે.

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, "ATL સતત વિકસિત થઈ રહ્યું છે અને તે અગાઉથી જ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રબ્યુશન ક્ષેત્રમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી રહયું છે.પડકારજનક મેક્રોઇકોનોમિક વાતાવરણ હોવા છતાં પણ કંપનીની વૃદ્ધિનો માર્ગ મક્કમ છે. શ્રેણીબધ્ધ પ્રોજક્ટ્સની અમારી કામગીરી અને તાજેતરમાં કાર્યરત અસ્કયામતો સમગ્ર ભારતમાં અમારી હાજરીને વધુ ઘનિષ્ઠ બનાવશે અને ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની તરીકે ભારતમાં અમારી તાકાતને મજબૂત કરશે. અદાણી ટ્રાન્સમિશન લિ. શ્રેષ્ઠ-શ્રેણીમાં સતત બેન્ચમાર્ક કરી રહી છે અને વ્યૂહાત્મક અને ઓપરેશનલ ડિ-રિસ્કિંગ, મૂડી સંરક્ષણ, ઉચ્ચ ધિરાણ ગુણવત્તાની ખાતરી અને સંચાલનના ઉચ્ચ ધોરણો સાથે વ્યવસાયિક શ્રેષ્ઠતા સાથે શિસ્તબદ્ધ વૃદ્ધિને કંપની અનુસરી રહી છે. મજબૂત ESG ફ્રેમવર્ક તરફની અમારી યાત્રા અને સલામતીની સંસ્કૃતિનો અભ્યાસ એ અમારા તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણના અમારા પ્રયાસનું અભિન્ન અંગ છે."એમ તેમણે જણાવ્યું હતું.

એકીકૃત નાણાકીય ગતીવિધી (Transmission and Distribution(2)):

Particulars (Rs Crore)   Q3FY23             Q3FY22          Change

YoY %

Revenue(1)                       3,037            2,623                  15.8%

Operational EBITDA(1)   1,318            1,168                  12.9%

Total EBITDA                 1,708            1,325                  28.9%

PAT                                   478               277                     72.8%

EPS (Rs)                           4.26              1.85                    130.2%

Cash Profit                      955               714                     33.8%

 

નવી ટ્રાન્સમિશન લાઈનો કાર્યરત થવાને કારણે અને ઊર્જાની માંગમાં હકારાત્મક વલણને કારણે નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં એકીકૃત આવકમાં વર્ષવાર બે આંકડાની ૧૬% વૃદ્ધિ જોવા મળી.

ત્રીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ઓપરેશનલ EBITDA વધીને રૂ. ૧,૩૧૮ કરોડ થયો

  વિત્ત વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં, રુ. ૪૭૮ કરોડનો એકીકૃત PAT વાર્ષિક ધોરણે ૭૩% વધુ હતો.આ                 

વધારો મુખ્યત્વે નિયમનકારી હુકમમાંથી એક વખતની આવક દ્વારા આવ્યો હતો

 આ સમય ગાળામાં રૂ ૯૫૫ કરોડનો એકીકૃત રોકડ નફો વાર્ષિક ધોરણે ૩૪% વધ્યો

ક્ષેત્રવાર નાણાકીય ગતીવિધી:

Particulars (Rs Crore)                  Q3FY23       Q3FY22       Change YoY %

Transmission                                                               

Operational Revenue(1)                  933               826               12.9%

Operational EBITDA(1)                  859               762               12.7%

Margin (%)                                      92%              92%              -

Total EBITDA                                1,163            814               42.9%

Cash Profit                                     710               470               51.1%                                                                                                                                        

Distribution(2)                                    

Revenue                                       2,104            1,797                17.1%

Operational EBITDA                   459               406                  13.3%

Total EBITDA                            545               511                      6.6%

Cash Profit                                 245               244                  0.6%

 

·      નવા કાર્યરત કરવામાં આવેલ ટ્રાન્સમિશન લાઇન અને WRSS XXI (A)ના કારણે અને તાજેતરમાં શરૂ કરાયેલી લાઈનો દ્વારા વ્યવસાયની આવકમાં વૃધ્ધિ થઇ છે.

·      ઊર્જાની માંગમાં અવિરત વધારાને કારણે વિતરણની આવકમાં વધારો થયો છે

·      ત્રિમાસિક ગાળા દરમિયાન ઓપરેશનલ EBITDA બંને સેગમેન્ટમાં  બે આંકડામાં વધ્યો

Segment-wise Key Operational Highlights:

Particulars                                                              Q3FY23          Q3FY22

Transmission business                                                                 

Average Availability (%)                                        99.75%            99.69%

Transmission Network Operationalised (ckm)      371                  411

Distribution business (AEML)                                                    

Supply reliability (%)                                             99.99%            99.99%

Distribution loss (%)                                               5.60%              6.53%

Units sold (MU's)                                                    2,169               2,077

નાણાંકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેશ્નલાઇઝ્ડ ૩૭૧ ckm અને ૯૯.૭૫% સિસ્ટમની ઉપલબ્ધતા જાળવવામાં આવી હતી.

વાણિજ્યિક સેગમેન્ટની માંગમાં વધારાને કારણે,નાણા વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં  વાર્ષિક ૪.૪%ના ધોરણે ઉર્જા માંગ (વેચેલા એકમ) સુધરી.

વિતરણ નુકસાન ઘટાડીને ૫.૬૦% કરવામાં આવ્યું હતું, અને એકત્ર કાર્યક્ષમતા ૧૦૦% થી વધુ છે.

તાજેતરના સમય દરમિયાન કોલસાના ભાવ અને પાવર ખરીદી ખર્ચમાં વધારાની અસર માસિક બિલિંગમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ' (FAC) વસૂલાત દ્વારા આંશિક રીતે સરભર કરવામાં આવી છે

તાજેતરમાં વિકાસ, સિધ્ધિઓ અને એવોર્ડઝ:

"શ્રેષ્ઠ લાંબાગાળાની વ્યૂહરચના - પાવર ઇન્ડસ્ટ્રી" ની શ્રેણીમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટીએ ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ આપ્યો છે.

ફ્રોસ્ટ એન્ડ સલીવાન સંસ્થા તરફથી શ્રેષ્ઠ-ઇન-ક્લાસ લાંબા ગાળાની વ્યવસાય પ્રેક્ટિસ માટે એનલાઇટન્ડ ગ્રોથ લીડરશિપ એવોર્ડ ૨૦૨૨

ક્વાર્ટર દરમિયાન કામગીરી કરવા માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં શ્રેષ્ઠતા માટે (ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટર શ્રેણીમાં બ્રોન્ઝ પ્લેક) (રૂ. ૫૦૦ કરોડથી વધુના ટર્નઓવર માટે) ICAIના એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા.

એસેટ ESG કોર્પોરેટ એવોર્ડ્સ ૨૦૨૨ માં પ્લેટિનમ એવોર્ડ વિજેતા

વાપરવામાં આવતા પાણી કરતા વોટર ક્રેડિટ વધારે છે તે દર્શાવતો DNV તરફથી નેટ વોટર પોઝીટીવ સર્ટિફિકેશન પ્રાપ્ત કરેલ છે.

  કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) તરફથી એનર્જી, માઈનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ શ્રેણીમાં ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) ૨.૦° ઓરિએન્ટેડ એવોર્ડ. અદાણી ટ્રાન્સમિશને ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો બનવા સંકલ્પબધ્ધ છે, માપી શકાય તેવી ક્રિયાઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગને પૂર્વ ઔદ્યોગિક સ્તરોથી ઉપર ૧.૫ °C સુધી મર્યાદિત કરે છે અને વધુમાં SDG 7 (પોષાય તેવી અને સ્વચ્છ ઊર્જા) માટે યુએન એનર્જી કોમ્પેક્ટ પર સહીકર્તા બન્યું છે.  

 

(11:33 pm IST)