Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

બારાબંકીમાં ૬૫ વર્ષના વૃદ્ધે ૪૧ વર્ષ નાની કન્યા સાથે લગ્ન કર્યા

ઉત્તર પ્રદેશમાં વૃધ્ધાવસ્થામાં લગ્નનો કિસ્સો : પત્નીના મૃત્યુ બાદ શખ્સને પહેલેથી ૬ દીકરીઓ, તેમની જે નવી પત્ની આવી છે તેની વય પણ માત્ર ૨૪ વર્ષની છે

નવી દિલ્હી, તા.૬ : મોટી વયે લગ્ન કરવા સંબંધિત અનેક અહેવાલો તમે સાંભળ્યા હશે પરંતુ યુપીના બારાબંકીના આ લગ્ન વિશે કદાચ તમે નહીં સાંભળ્યું હોય. અહીં બારાબંકીમાં એક ૬૫ વર્ષના વૃદ્ધ વ્યક્તિએ તેમની વય કરતાં પણ ૪૧ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા હતા. જેની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે.

આ વૃદ્ધનું નામ નક્છેદ છે અને તેમની પત્નીના મૃત્યુ પછી તેઓ એકલા પડી ગયા હતા. જોકે છેવટે તેમણે પરિવારની સંમતિથી બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમની પહેલેથી ૬ દીકરીઓ છે. જોકે હવે તેમની જે નવી પત્ની આવી છે તેની વય પણ માત્ર ૨૪ વર્ષની જ છે.

આ લગ્ન સમારોહ દરમિયાન ખુદ ૬૫ વર્ષીય યુદ્ધ એટલી હદે ખુશખુશાલ થઈ ગયા હતા કે તેઓ પોતે જ આ સમારોહમાં ઝૂમી ઊઠ્યા હતા. તેમણે અનેકવાર ઠુમકા પણ માર્યા હતા. આ ઘટના જામીન હુસૈનપુર ગામની છે. લગ્નમાં ૫૦ જેટલા જાનૈયાઓ સામેલ થયા હતા.  આ લગ્ન રુદૌલીના કામાખ્યા દેવી મંદિરમાં હિંદુ રીતિ-રીવાજો મુજબ થયા હતા.

(8:10 pm IST)