Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જયપુરમાં પાંચ નામાંકિત બિલ્ડર જૂથો ઉપર આઈટીના દરોડા

જયપુરમાં કાળા નાણાં સામે મોટી કાર્યવાહી : હરીશ જગતાનીએ જયપુરના બિલ્ડર્સ ગ્રૂપ સાથે સંબંધિત એક પ્રોજેક્ટમાં કાળું નાણું રોકાણ કર્યું છે, જેને અગાઉ ઝડપી લેવાયો છે

૭જયપુર, તા.૬ : આવકવેરા વિભાગે જયપુરમાં કાળા નાણાં સામે મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી કરતાં આવકવેરા વિભાગે જયપુરમાં ૫ નામાંકિત બિલ્ડરોના જૂથો પર દરોડા પાડ્યા છે.

આ પહેલા રવિવારે ટીમે આફ્રિકાની કોંગો સરકારના ચીફ એડવાઈઝર હરીશ જગતાણીને દિલ્હીની એક હોટલમાંથી પકડ્યો હતો.

જગતાણી કોંગોના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યા હતા. આ મામલે વિભાગની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, હરીશ જગતાનીએ જયપુરના બિલ્ડર્સ ગ્રૂપ સાથે સંબંધિત એક પ્રોજેક્ટમાં જંગી કાળું નાણું રોકાણ કર્યું છે. ત્યારબાદ આવકવેરા વિભાગે આ જાણીતા બિલ્ડરોના જૂથો પર દરોડા પાડ્યા છે.

બીજી તરફ આ પહેલા રાજસ્થાન પોલીસને ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી હતી.

પોલીસ રોડ પર સઘન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક વાહનમાંથી એટલી રોકડ રકમ મળી આવી કે ત્યાં હાજર પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. આબુ રોડ પોલીસે રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલી કારને અટકાવી હતી અને તપાસ કરતા તેમાંથી કરોડોની રોકડ મળી આવી હતી. સિરોહી નજીક આબુ રોડ પર વાહનની તલાશી દરમિયાન પોલીસે ૩ કરોડ ૯૫ હજારની રોકડ રકમ જપ્ત કરી હતી.

આટલી મોટી રોકડ રકમ મળતા જ પોલીસે પાટણના રહેવાસી જીજ્ઞેશ દવે અને કૌશિક દવેની ધરપકડ કરી હતી. પોલીસનું માનવું છે કે, આ કેસમાં મોટું હવાલા કૌભાંડ સામે આવી શકે છે તેથી પોલીસની સાથે ઈક્નમટેક્સ વિભાગ પણ તપાસમાં જોડાયું છે. ગયા અઠવાડિયે દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન લગભગ એટલી જ રોકડ જપ્ત કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓને કાર્ગો ટર્મિનલ પર કરોડો રૃપિયાની રોકડ મળી આવી હતી.

(8:09 pm IST)