Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

તુર્કીમાં ફરી એકવાર ભયાનક ભૂકંપ: 7.6ની તીવ્રતાનો જોરદાર આંચકો

દક્ષિણ તુર્કીના કહારમનમારસ પ્રાંતના એલબિસ્તાન જિલ્લામાં 7.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ

તુર્કીમાં ફરી એકવાર ભયાનક ભૂકંપ આવ્યો છે. તુર્કીની અનાદોલુ સમાચાર એજન્સીએ દેશની આપત્તિ એજન્સીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે દક્ષિણ તુર્કીના કહારમનમારસ પ્રાંતના એલબિસ્તાન જિલ્લામાં 7.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. જણાવી દઈએ કે આજે સવારે સ્થાનિક સમય મુજબ 4.17 વાગ્યે તુર્કીમાં ખૂબ જ જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 7.8 આંકવામાં આવી હતી

  આ આંચકા માત્ર તુર્કીમાં જ નહીં પરંતુ સીરિયાના દમિશ્ક, લતાકિયા અને અન્ય સીરિયાના પ્રાંતોમાં પણ ફરી આવ્યા છે. સીરિયાની સના સમાચાર એજન્સીએ આજે સીરિયામાં વધુ એક ભૂકંપના અહેવાલ આપ્યા છે

  આજે સવારે તુર્કીના દક્ષિણમાં ગાઝિયાનટેપ પાસે આવેલો ભૂકંપ કેટલો વિનાશકારી હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 નોંધવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ જીએફઝેડ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 18 કિલોમીટર નીચે હતું. ભૂકંપને કારણે તુર્કી અને સીરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં પણ ભારે તબાહી સર્જાઈ છે

 

(7:44 pm IST)