Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વિનોદ કાંબળીએ નશામાં પત્‍નીને માથામાં કુકિંગઇ-પેનનું હેન્‍ડલ માર્યુ, બેટ પણ ઉગામ્‍યું

એન્‍ડ્રિયાએ એફઆઇઆર માટેની ફરિયાદમાં કહયુ કે વિનોદે ગાળો પણ આપી

નવી દિલ્‍હીઃ બાંદરા પોલીસ સ્‍ટેશનમાં ભુતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી વિરુધ્‍ધ તેની પત્‍ની એન્‍ડ્રિયા હ્યુઇટે ફરિયાદ નોંૅધાવી છે, જેમાના આક્ષેપોને આધારે કાંબલી વિરુદ્ધ ફર્સ્‍ટ ઇન્‍ફર્મેશન રિપોર્ટ(એફઆઇઆર) નોંધવામાં આવ્‍યો છે. ફરિયાદમાં જણાયા મુજબ કાંબલીએ નશાની હાલતમાં એન્‍ડ્રિયા તરફ કુકિંગ-પેનનું હેન્‍ડલ ફેંકયુ હતુ જે તેને માથામાં વાગ્‍યુ હતુ અને માથાની ઇજાનું તેણે ભાભા હોસ્‍પિટલમાં મેડીકલ ચેક-અપ કરાવ્‍યુ હતું.

કાંબલીએ ઘરમાં બપોરે બનેલી આ ઘટનામાં એન્‍ડ્રિયાને ગાળો પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયુ હતું. પોલીસે કાંબલી વિરુધ્‍ધ ઇન્‍ડિયન પીનલ કોડની કલમ ૩૨૪ અને કલમ ૫૦૪ હેઠળ ગુનો નોંધ્‍યો છે. આ બે કલમ અનુક્રમે નુકશાન પહોંચાડી શકે એવા હથિયારથી ઇજા પહોંચાડવા અને ઉશ્‍કેરણીજનક ભાષા વાપરીને અપમાન કરવા સંબંધિત છે. કહેવાય છે કે આ ઘટના દરમ્‍યાન કાંબલી એન્‍ડ્રિયાનો ૧૨ વર્ષનો પુત્ર જીસસ ક્રિસ્‍ટિયાનો પણ ઘરમાં જ હતો અને કાંબલીને સમજાવી રહયો હતો પરંતુ કાંબલી ગુસ્‍સામાં કિચનમાં દોડી ગયો અને કુકિંગ-પેનનું હેન્‍ડલ લાવીને એન્‍ડ્રિયા પર ફેંકયુ હતુ તેમજ પછીથી બેટ પણ ઉગામ્‍યુ હતું. કાંબલીએ પુત્રને પણ ગાળ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયુ હતું. જોકે એન્‍ડ્રિયાએ પછીથી પોલીસને જણાવ્‍યુ હતુ કે આ બનાવનો ઉકેલ લાવવામાં આવી રહયો છે.

(4:25 pm IST)