Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

બાંગ્‍લાદેશમાં ૧૪ હિન્‍દુ મંદિરોમાં તોડફોડઃદેવી દેવતાઓની મૂર્તિઓ તોડી

અજાણ્‍યા બદમાશોએ અમુક મૂર્તિઓ નષ્ટ કરી નાખીઃ જયારે અમુક મંદિર સ્‍થળ નજીક આવેલા તળાવમાં મૂર્તિઓ નાખી

ઢાકા,તા.૬:  પશ્‍ヘમિોત્તર બાંગ્‍લાદેશમાં અજાણ્‍યા બદમાશોએ શનિવારેની રાતે કેટલાય હુમલાઓ કરીને ૧૪ હિન્‍દુ મંદિરોમાં તોડફોડ કરી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. ઠાકુરગામના બલિયાડાંગી ઉપજિલ્લામાં એક હિન્‍દુ સમુદાય નેતા વિદ્યાનાથ બર્મને કહ્યું કે, અજાણ્‍યા લોકોએ રાતના સમયમાં હુમલાઓ કર્યા અને ૧૪ મંદિરોની મૂર્તિઓ તોડી નાખી. ઉપજિલાની પૂજા સમારોહ પરિષદના મહાસચિવ બર્મને કહ્યું કે, અમુક મૂર્તિઓ નષ્ટ કરી નાખી, જયારે અમુક મંદિર સ્‍થળ નજીક આવેલા તળાવમાં મૂર્તિઓ નાખી. બર્મને કહ્યું કે, અપરાધીઓની ઓળખાણ હજૂ થઈ નથી. પણ અમે ઈચ્‍છીએ છીએ કે, જલ્‍દી તેમની ઓળખાણ થઈ જાય.

હિન્‍દુ સમુદાયના નેતા તથા સંઘ પરિષદના અધ્‍યક્ષ સમર ચેટર્જીએ કહ્યું કે, આ વિસ્‍તારમાં હંમેશા આંતરધાર્મિક સદ્વાવ તરીકે ઓળખાય છે. કારણ કે, પહેલાથી અહીં કોઈ જઘન્‍ય ઘટના થઈ નથી. તેમણે કહ્યું કે, મુસ્‍લિમ સમુદાયને અમારી સાથે કોઈ વિવાદ નથી. અમને એ નથી સમજાતું કે, આ હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે છે. બલિયાડાંગીના પોલીસ ચોકીના પ્રભારી ખૈરુલ અનમે કહ્યું કે, હુમલો શનિવાર રાતે અને રવિવાર વહેલી સવારે કેટલાય ગામોમાં થયા છે.

ઠાકુરગાંવના પોલીસ પ્રમુખ જહાંગીર હુસૈને પત્રકારોને કહ્યું કે, આ સ્‍પષ્ટ રીતે દેશની શાંતિ ડહોળવા માટે સુનિયોજીત મામલો દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, દોષિતોની ઓળખાણ કરવા માટે પોલીસ તપાસમાં લાગી ગઈ છે. ઠાકુર ગામના કલેકટર મહબૂબુર રહમાને કહ્યું કે, આ મામલો શાંતિ અને સાંપ્રદાયિક સદ્વાવ વિરુદ્ધ એક ષડયંત્ર હોવાનું લાગી રહ્યો છે. આ એક ગંભીર અપરાધ છે.

(11:04 am IST)