Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા: આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની મુલાકાત લેશે: સેવાના સંસ્થાપક ઈલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવા તેઓ આવ્યા છે. બંને એકબીજાને ૧૯૯૫થી ઓળખે છે.

સોમવારે, ક્લિન્ટન સેવા સંસ્થાની ગ્રામીણ પહેલના ભાગરૂપે મીઠાના પાન કામદારો સાથે વાતચીત કરવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની મુલાકાત લેશે તેમ સંસ્થાના સંયોજક રશ્મિ બેદીએ જણાવ્યું. આજે અમદાવાદ આવી પહોંચતા અમદાવાદના મેયર કિરીટ પરમારે આવકાર્યા, સેવા સ્મારક અને વિક્ટોરિયા ગાર્ડનની મુલાકાત લીધી.

(12:00 am IST)