Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ઓડિશામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન ચરણ દાસનું ટ્રક સાથે ગમખ્વાર અકસ્માતઃ કરૂણ મોતઃ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો

અર્જુન દાસ પૂર્વ સાંસદ અનાદિ દાસના પુત્ર હતાઃ પૂર્વ ધારાસભ્ય પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા રાજધાની જઈ રહ્યા હતા ત્‍યારે જાજપુર જિલ્લામાં તેમની બાઇક ટ્રક સાથે અથડાતા તાત્કાલિક માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થયુ હતુ

નવી દિલ્‍હીઃ  ઓડિશામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન ચરણ દાસનું રોડ અકસ્માતમાં મોત થયું છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો. અર્જુન દાસ પૂર્વ સાંસદ અનાદિ દાસના પુત્ર હતા. પૂર્વ ધારાસભ્ય પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા રાજધાની જઈ રહ્યા હતાઃ જાજપુર જિલ્લામાં તેમની બાઇક ટ્રક સાથે અથડાતા  તાત્કાલિક માટે  હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થયુ હતુ

મળતી માહિતી મુજબ અકસ્માત સમયે પૂર્વ ધારાસભ્ય પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા રાજધાની જઈ રહ્યા હતા. અકસ્માત બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ ધારાસભ્યની સાથે બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની હાલત જોઈને ડોક્ટરોએ તેને કટક એસસીબી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રિફર કરી દીધો છે.

પૂર્વ ધારાસભ્ય, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિમાં જોડાયા હતા. સીએમ રાવે દાસના નિધનના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. બીઆરએસ ઓડિશાના સ્થાપક સભ્ય અક્ષય કુમારના જણાવ્યા અનુસાર, દાસ સંવાદતા સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

ભૂતપૂર્વ ધારાસભ્ય અર્જુન ચરણ દાસે જાજપુરમાં બિંજારપુર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અર્જુન દાસ ભૂતપૂર્વ સાંસદ અનાદિ દાસના પુત્ર હતા જેમણે જાજપુર સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અનાદિ દાસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

(12:00 am IST)