Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

માર્ચ મહિનાથી બાંગ્લાદેશ અદાણીની વીજળી વાપરશે

બાંગ્લાદેશના મંત્રીએ કહ્યું -- અદાણી પાસેથી વીજળીની આયાત અંગે કોઈ ઉપાધિ નથી અને અદાણીની વીજળી અંગેની ચર્ચા પાયાવિહોણી

બાંગ્લાદેશના વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન રાજ્ય મંત્રી નસરુલ હમીદે આજે જણાવ્યું હતું કે ભારતની અદાણી પાવર કંપની સાથેના કરાર હેઠળની વીજળી માર્ચના પ્રથમ સપ્તાહમાં બાંગ્લાદેશમાં આવશે. અદાણી પાસેથી વીજળીની આયાત અંગે કોઈ ઉપાધિ નથી અને અદાણીની વીજળી અંગેની ચર્ચા પાયાવિહોણી છે," 

નસરુલ હમીદે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ ભારતીય કંપની પાસેથી સ્પર્ધાત્મક બજાર કિંમતે વીજળી મેળવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. માર્ચમાં પ્રથમ યુનિટમાંથી ૭૫૦ મેગાવોટ પાવર આવશે. એપ્રિલમાં અદાણી પાવરના બીજા યુનિટમાંથી વધુ ૭૫૦ મેગાવોટ પાવર આવશે

(11:08 pm IST)