Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ત્રાસવાદી સાથીને છોડાવે છે તો પાક. સેના આવશે તો શું

સેનાના વિશ્વાસ સામે અગ્રવાલે પ્રશ્ન ઉઠાવ્યા : અમારી સેના તરફ સતત આંખ ઉઠી રહી છે : અગ્રવાલ

શ્રીનગર, તા. ૬ : શ્રીનગરની હોસ્પિટલમાં હુમલો કરીને ત્રાસવાદીને છોડાવી લેવાની ઘટના બાદ સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે દેશની સેનાને લઇને વિવાદાસ્પદ નિવેદન કરી દીધું છે. શ્રીનગરની હોસ્પિટલથી ત્રાસવાદીઓ દ્વારા પોતાના સાથીને છોડાવી લેવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા નરેશ અગ્રવાલે કહ્યું હતું કે, અમે વારંવાર કહી રહ્યા છીએ કે, સૈનિકોના બલિદાનને અર્થવગર જવા દેવાશે નહીં. સંરક્ષણ મંત્રી તરફથી પણ આવા નિવેદન કરવામાં આવે છે કે કોઇપણ અમારી તરફ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી પરંતુ આંખો ઉઠી રહી છે તે વારંવાર જોવા મળે છે. નરેશ અગ્રવાલે અહીં સુધી કહ્યુ ંહતું કે, સેનાઓની સુરક્ષા કરી રહેલા સૈનિકોના સાહસને લઇને પણ પ્રશ્નો થાય છે. તેમણે ઉમેર્યું હતું કે જો ત્રાસવાદી આવી સ્થિતિ સર્જી રહ્યા છે તો પાકિસ્તાની સેના આવશે તો શુ હાલ થશે. દેશને કઠોર નિર્ણય લેવા જોઇએ. સપાના નરેશ અગ્રવાલ કહ્યું હતું કે, જે રીતે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં વિપક્ષનો અવાજ દબાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ શહીદ થઇ રહેલા જવાનો અંગે પ્રતિક્રિયા આપતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ગોળીબાર બંને તરફથી થાય છે.

(7:51 pm IST)