Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જનહિતના મુદ્દા ઉઠાવવા માટે મંજુરી નથી : કોંગ્રેસ

નાયડુ પર કોંગ્રેસનો આક્ષેપ

નવીદિલ્હી, તા. ૬ : વિપક્ષી દળોએ રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ ઉપર જનતાના મુદ્દા સાથે જોડાયેલા મામલા પર વાત કરવાની મંજુરી નહીં આપવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે આજે ધાંધલ ધમાલ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ આજે રાજ્યસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, સીપીએમ, એનસીપી અને ડીએમકે દ્વારા વેંકૈયા નાયડુ સામે મોરચો ખોલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો આ પ્રકારનું વર્તન જારી રહેશે તો યોગ્ય પગલા લેવામાં આવશે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, અધ્યક્ષ લોકહિત સાથે જોડાયેલા મુદ્દા પર બોલવાની તક આપતા નથી જે બાબત યોગ્ય નથી. સપાના નેતા નરેશ અગ્રવાલે કહ્યું હતું કે, જે રીતે રાજ્યસભાની કામગીરી ચાલી રહી છે તે જોતા વિપક્ષના અવાજને દબાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

(7:53 pm IST)