Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

હેકર્સે લખ્યું કે "આઇ લવ પાકિસ્તાન" : અનુપમ ખેર, રામ માધવ, સ્વપન દાસગુપ્તાના ટ્વિટર એકાઉન્ટ હેક

સુપ્રસિધ્ધ  ફિલ્મ અભિનેતા રાષ્ટ્રીય ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના (એફટીઆઈઆઈ) પ્રમુખ અનુપમ ખેર, ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવ, રાજય સભાના સાંસદ સ્વપન દાસગુપ્તાના ટ્વિટર એકાઉન્ટમાં અચાનક હેક રાષ્ટ્રીય ફિલ્મ અને ટીવી સંગઠન (એફટીઆઇ આઇ)  અનુપમ ખેર, ભાજપના મહામંત્રી રામ માધવ અને રાજય સભાના સાંસદ સ્વપન્ન દાસગુપ્તાના ટ્વિટર એકાઉન્ટમાં અચાનક હેક કરવામાં આવ્યા છે.  આ એકાઉન્ટને હેક કરવામાં આવ્યાનું   સમજાયા પછી ટ્વિટરએ સિકયોરિટી પરિપ્રેક્ષ્યમાં આ ત્રણ એકાઉન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે.

અનુપમ ખેરે પોતે આ વિશે માહિતી આપતા જણાવેલ કે ' મારા  ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. હું હાલમાં લોસ એન્જલસમાં છું, મેં ભારતમાં મારા કેટલાક મિત્રો પાસેથી સમજણ મેળવી છે, ટ્વિટરએ તેના વિશે મને કહ્યું છે, તેમ   અનુપમ ખેર,  એ  એએનઆઇ સાથે વાતચીત કરતા જણાવેલ

 હેકર્સએ પોતાની જાતને તુર્કીનો છે તેવું જણાવ્યું હતું. પોતાની પહેલી ટ્વિટમાં તેને લખ્યું હતું કે તમારું એકાઉન્ટ તુર્કી સ્થિત સાઈબર આર્મી આઈદિઝ ટીમ દ્વારા હેક કરવામાં આવ્યું છે. તમારો જરૂરી બધો ડેટા પણ ચોરી લેવામાં આવ્યો છે.

જો કે, ટ્વીટનાં અંતમાં તેમણે લખ્યું હતું કે, તે બધાને હેરાન કરશે. તેમજ છેલ્લે લખ્યું હતું કે 'આઇ લવ પાકિસ્તાન'. તે સિવાય હેકર્સએ અનુપમ ખેરનાં એકાઉન્ટથી એક પછી એક ટ્વીટ લખી છે. બધી પોસ્ટમાં આઇ  સપોર્ટ તુર્કી' અને 'આઇ  લવ પાકિસ્તાન' લખ્યું છે. સાથે ટ્વીટમાં તુર્કીનો ફલેગ અને બંદૂક પકડેલાં આંતકવાદીઓ અને મિસાઈલો જોવા મળી રહી છે.

મીડિયા અહેવાલો અનુસાર, હેકર્સે કહ્યું છે કે તેઓ પોતે તુર્કીમાં છે. તમારા એકાઉન્ટને તુર્કીમાં 'સાયબર આર્મી એડેકસ ટાઇ' દ્વારા હેક કરવામાં આવ્યું છે. અમે તેમના એકાઉન્ટ પર  તમામ મહત્વપૂર્ણ ડેટા પ્રાપ્ત કર્યા છે. પરંતુ ટ્વિટના અંતે ' હું  પાકિસ્તાનને પ્રેમ કરું છું' લખવામાં આવ્યું છે અને ટ્વીટ્સમાં ટર્કિશ ફ્લેગ અને બંદૂક સંબંધિત આતંકવાદી મિસાઇલો પણ છે.

(5:39 pm IST)