Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પાકિસ્તાનમાં ઇતિહાસ રચાશેઃ આ હિન્દુ મહિલાઃ પ્રથમ સેનેટર બનશે !

સિંધના થારની વતની એક હિંદુ મહિલા કૃષ્ણા કુમારી પાકિસ્તાનની રાજનીતિમાં ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ તેમને સેનેટ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કૃષ્ણા કુમારી ચૂંટણી જીતી જશે તો તેઓ પાકિસ્તાનમાં સેનેટર બનનારા પહેલા હિંદુ મહિલા હશે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કૃષ્ણા કુમારની નગરપારકર જિલ્લામાંથી ઉમેદવાર બનાવ્યા છે. તેઓ સ્વતંત્રતાસેનાની  કોહલી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને એક સામાજિક કાર્યકર્તા તરીકે તેઓ તેમના ભાઈની સાથે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં સામેલ થયા હતા. કૃષ્ણા કુમારીને બેરેનોથી યૂનિયન કાઉન્સિલના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. કૃષ્ણા કુમારીએ કહ્યું છે કે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરાવવા માટે તમામ જરૂરી તૈયારીઓને પૂર્ણ કરી લીધી છે. મહત્વપૂર્ણ છે કે કૃષ્ણા કુમારીનો જન્મ ૧૯૭૯માં એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પરિવારના સદસ્યોએ એક જમીનદારની એક ખાનગી જેલમાં લગભગ ત્રણ વર્ષ ગુજાર્યા હતા. ૧૬ વર્ષની ઉંમરે કૃષ્ણા કુમારીના લગ્ન થયા હતા અને ત્યારે તેઓ નવમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. જો કે કૃષ્ણા કુમારીએ લગ્ન બાદ પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ૨૦૧૩માં  તેમણે સિંધ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

(5:31 pm IST)