Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બજેટ અંગે લોકસભામાં TDP સાંસદોનો હોબાળો

લોકસભામાં ૩ પક્ષોએ આપી સ્થગન નોટીસઃ રાજ્યસભા સ્થગિત : સૂત્રોચ્ચાર કરતા વેલમાં ઘૂસ્યા સાંસદોઃ વિપક્ષે પાકિસ્તાની ગોળીબારીનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી તા. ૬ : લોકસભાની કાર્યવાહી આજે શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હોબાળો કરવાનો શરૂ કર્યો. જેના કારણે લોકસભાની કાર્યવાહી ૧૧.૩૦ સુધી સ્થગિત કરવી પડી. બીજીવાર કાર્યવાહી શરૂ થતાં જ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિર બોલી રહ્યા હતા. બીજી બાજુ રાજ્યસભાની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.

લોકસભામાં આજે વિપક્ષ એ પાકિસ્તાની ગોળીબારનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાનથી ગોળીબારીમાં શહીદ થયેલ ૪ જવાનોને લઇ વિપક્ષી પાર્ટીઓએ વેલમાં પહોંચી સરકારની વિરૂદ્ઘ પ્રદર્શન કર્યું. આની પહેલાં સોમવારના રોજ રાજયસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની શરૂઆત થઇ હતી. તેની શરૂઆત ભાજપ અધ્યક્ષ અમિત શાહ એ કરી હતી. શાહ એ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓના વખાણ કર્યા અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા.

TDPએ લોકસભામાં પ્રશ્નકાળમાં ફરી કર્યો હોબાળોટીડીપી સાંસદોએ લોકસભામાં પેકેજની માંગણીને લઇ એક વખત ફરીથી હોબાળો કર્યો. ટીડીપી સાંસદોની માંગ છે કે તેમને જે પેકેજની જાહેરાત કરી હતી તે હજુ સુધી મળ્યું નથી. આ નારાજગીના લીધે ટીડીપી એ હૈદ્રાબાદમાં મીટિંગ કરી હતી.વિપક્ષ લોકસભામાં ઉત્ત્।રપ્રદેશના કાસગંજમાં થયેલ ઘટનાનો પણ મુદ્દો ઉઠાવી શકે છે. આપને જણાવી દઇએ કે ૨૬ જાન્યુઆરીના રોજ કાસગંજમાં હિંસા થઇ હતી, જેમાં ચંદન ગુપ્તા નામના યુવકની ગોળી લાગવાથી મોત થયું હતું. ત્યારબાદ કાસગંજની સ્થિતિ ઘણી બગડી હતી. હજુ તાજેતરમાં જ રાજયસભામાં પણ સપા નેતા રામગોપાલ યાદવ એ આ મુદ્દાને ઉઠાવ્યો હતો.

રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ એ પણ ગૃહમાં સરકાર પર આકરાં પ્રહારો કર્યા. આઝાદ એ કહ્યું કે આ સરકાર રીપેકેજીંગ કરવામાં માહેર છે. તેમણે કહ્યું કે આ સરકાર ગેમ ચેન્જર નહીં નેમ ચેન્જર સરકાર છે. ગુલામ નબી આઝાદ સિવાય સપા નેતા નરેશ અગ્રવાલ એ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યાં.

(4:02 pm IST)