Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કોતરોમાં ઉતરેલ પોલીસ ઉપર તીરકામઠાથી મારો ચલાવ્યો : ૧૩ રાઉન્ડ ફાયરીંગ કરવા પડયા

 છોટા ઉદેપુરઃ છોટા ઉદેપુરમાં ગોગાદેવ ગામે દારૂનો જથ્થો પકડવા ગયેલ પોલીસ પર બુટલેગરોએ તીરમારો ચલાવતા પોલીસે ૧૩ રાઉન્ડ ફાયરીંગ કરી દારૂનો જથ્થો તથા વાહનો કબજે કર્યા હતા. બુલેટગરો ભાગી છુંટેલ. છોટા ઉદેપુરના જંગલોમાં તેમજ ગોગાદેવ ગામ નજીક આવેલા કોતરમાં ઇંગલીશ દારૂની મોટાપાયે હેરાફેરી કરાતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે છોટાઉદેપુર ડી.વાય.એસ.પી. ધમેન્દ્ર શર્મા રેડમાં જાતે જ ગયા હતા. પોલીસને જોતા બુલેટગરોએ પોલીસ ઉપર તીરમારો શરૂ કર્યો હતો. જેના લીધે પોલીસે ૧૩ રાઉન્ડ ફાયરીંગ હવામાં કર્યું હતુ. બુુલેટગરો જાણ પડકાર ફેકતા હોય તેમ સામે મે તીરમારો કરતા હતા પોલીસે બુલેટગરોનો સામનો કરીને કોતર સુધી પહોંચી જતાં બુલેટગરો ભાગી ગયા હતા. પોલીસે બે પીકઅપ જીપ, એક ટ્રેકટર, એક ટેન્કર તેમજ ૪૦૦ પેટી ઇંગ્લીશ દારૂ સાથે અંદાજીત ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેડને સફળ બનાવા માટે પોલીસે જાનની બાજી લગાવી હતી. કારણ કે ગોગાદેવ ગામ ડુંગરોની તળેટીઓ વચ્ચે આવેલું છે. મોબાઇલ નેટવર્ક આ જગ્યા પર મળતુ નથી. અને કોતરોની અંદર  બુલેટગરો દ્વારા દારૂનો જથ્થો સંતાડયો હતો આ દારૂ મધ્યપ્રદેશમાંથી જંગલના રસ્તે આવતો હોવાની પોલીસને શંકા છે.

(3:47 pm IST)