Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ચાંચિયાઓની કેદમાંથી છુટયું ૨૨ ભારતીયો સહિતનું ઓઇલ ટેન્કર

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને ભારતીય નાગરિકોને છોડી દીધા હોવાની જાણકારી આપી

નવી દિલ્હી તા. ૬ : વેસ્ટ આફ્રિકામાં ૧ ફેબ્રુઆરીના રોજ જે ઓઈલ ટેન્કરનું ચાંચિયાઓએ અપહરણ કર્યુ હતું, તેને હવે છોડી દીધું છે. મરીન એકસપ્રેસ નામના આ ઓઈલ ટેન્કરમાં ૨૨ ભારતીયો પણ શામેલ હતા.પનામાનો ધ્વજ લાગેલા આ ઓઈલ ટેન્કરની માલિકી એક જાપાની કંપની પાસે છે. તેના પર ૨૨ ભારતીયોને હોંગકોંગની એક HR એજન્ટ કંપનીએ નિયુકત કર્યા હતા.વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને ભારતીય નાગરિકોને છોડી દીધા હોવાની જાણકારી આપી છે.

વિદેશ મંત્રીએ લખ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે ૨૨ ભારતીય નાગરિકો સાથે મર્ચન્ટ શિપ મરીન એકસપ્રેસને છોડી દેવામાં આવ્યું છે.મર્ચન્ટ શિપમાં ૧૩૫૦૦ ટન ગૈસોલીન છે. ભારતીયોની નિમણુક કરનારી કંપની એંગ્લો-ઈસ્ટર્ને જણાવ્યું કે, શિપના દરેક સભ્ય સુરક્ષિત છે. આ સિવાય શિપનો સામાન પણ સુરક્ષિત છે.

(4:18 pm IST)