Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગયા વર્ષે બિહારમાં બંદૂકની ધાકે થયાં ૩૪૦૦ છોકરાઓનાં લગ્ન

સમાજ મોડર્ન થઇ રહ્યો છે ત્યારે બિહારમાં આવી ઘટનાઓ વધી રહી છે

પાટણ તા.૬: બિહારમાં યુવાન છોકરાઓનું અપહરણ કરીને તેમને બંદૂકની ધાકે પરાણે લગ્ન કરાવવાનું ચલણ વધી રહ્યું છે. પોલીસના આંકડાઓ મુજબ ૨૦૧૭માં ૩૦૪૫ દુલ્હાઓનું અપહરણ કરીને તેમને પરાણે પરણાવવામાં આવ્યા હતા. ૨૦૧૫માં ૩૦૦૦ અને ૨૦૧૪માં ૨૫૨૬ છોકરાઓના લગ્ન આ રીતે થયા હતા. ગયા મહિને પટના પાસે એક એન્જિનિયરના લગ્ન પરાણે કરાવવામાં આવ્યા હતા. અનુમાન તો એવું પણ લગાવાઇ રહ્યું છે કે બિહારમાં રોજ સરેરાશ આવાં ૯ લગ્ન થાય છે. સમાજ મોડર્ન થઇ રહ્યો છે ત્યારે બિરારમાં આવી ઘટનાઓ વધી રહી છે.નેશનલ ક્રાઇમ રેકોડ્ર્સ બ્યુરોના ૨૦૧૫ના રિપોર્ટ મુજબ લગ્ન માટે ૧૮ થી ૩૦ વર્ષની વયના છોકરાઓનું અપહરણ કરીને બંદૂકની બીકે લગ્ન કરાવવાના મામલામાં બિહાર નંબર વન છે

 

(11:42 am IST)