Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શેરબજાર ધબાય નમઃ રોકાણકારોના ૫ લાખ કરોડ ડુબ્યા

શેરબજાર માટે મંગળ 'અમંગળ': પ્રારંભે જ ૧૨૭૩ પોઇન્ટનો કડાકોઃ અમેરિકી શેરબજારમાં ભૂકંપ આવતા મુંબઇ શેરબજાર હચમચી ઉઠયું : મીડકેપ - સ્મોલકેપ ઉંધા માથે પટકાયાઃ ટાટાના શેર્સ સૌથી વધુ તૂટયાઃ બપોરે સેન્સેકસ ૮૨૧ પોઇન્ટ અને નીફટી ૨૪૩ પોઇન્ટ ડાઉન

નવી દિલ્હી તા. ૬ : ભારતીય શેરબજારમાં આજે ગણતરીની સેકન્ડમાં જ ૫ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા. સેન્સેકસની શરૂઆત ૧,૨૭૪ અંકો તૂટવાની સાથે થઇ અને રોકાણકારોનો સૌથી ખરાબ સપનુ સાચું થઇ ગયું. શરૂઆતના ગોથા બાદ બજારે થોડી રિકવરી કરી પરંતુ દલાલ સ્ટ્રીટ માટે મંગળવાર 'બ્લેડ ટયુસ ડે' સાબિત થયો છે. સેન્સેકસમાં મોટા કડાકાની સાથે ૩૩,૪૮૨ સુધી પહોંચ્યો. સેન્સકસના બધા સ્ટોકસ રેડમાં ટ્રેડ કરી રહ્યા છે. નિફટીએ ૫૦એ પણ અંદાજે ૩૫૦ અંક તૂટયો. બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૮૩૬ પોઇન્ટ ઘટીને ૩૩૯૨૦ અને નીફટી ૨૫૦ પોઇન્ટ ઘટીને ૧૦૪૧૬ ઉપર ટ્રેડ કરે છે.

શેરબજાર તૂટયા બાદ રોકાણકારોના થોડી જ સેકન્ડોમાં ૫ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ડુબી ગઇ. સેન્સેકસના ૧૨૫૦ અંક નીચે ખુલતાની સાથે જ વધુ પડતા હેવીવેટ શેરોમાં પણ કડાકો બોલ્યો. સૌથી વધુ  નુકસાન ટાટા મોટર્સને વેઠવું પડયું. જેનો શેર ૬.૪૫ ટકા ધડામ થયો. સેન્સકસમાં ટ્રેડ કરતા બધા શેર લાલ નિશાન પર છે. ટાટા મોટર્સ ઉપરાંત જે હેવી વેટ શેરોમાં કડાકો જોવા મળ્યો. તેમાં એકિસસ બેંક, યસ બેંક, અદાણી પોર્ટ અને ટાટા સ્ટીલ શામેલ છે. આ કંપનીઓના શેરોમાં ૩.૨૩ ટકાની માંડીને ૪.૨૭ ટકા સુધીનો કડાકો જોવા મળ્યો.

સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં રોકાણકારોના અંદાજે ૩૫ લાખ કરોડ માર્કેટમાં ડુબી ગયા છે. બીજી બાજુ ૨૦૧૮માં માર્કેટ ૨૮૦૦ અંકોથી નીચે ધડામ થયો છે. બજેટ બાદ છેલ્લા બે વર્ષોમાં માર્કેટ કયારેય પણ ૧૦ ટકાથી વધુ તૂટયું નથી પરંતુ આ વખતે માર્કેટ તૂટવામાં રેકોર્ડ બનાવ્યો છે.

આથી રોકાણકારોને સલાહ છે કે, ૩૧ માર્ચ સુધી કોઇ પણ નવો શેર અને મ્યુચ્યુઅલ ફંડની ખરીદી કરે નહી. જેને રોકાણ કર્યું છે તે રાહ જુએ. જો કોઇને રોકાણ કરવું જ હોય તો ગોલ્ડમાં રોકાણ કરે.

નાણાકીય સચિવ હસમુખ અઢીયાએ એકવાર ફરી આજે કહ્યું કે, શેરબજારમાં જે ભૂકંપ જોવા મળ્યો છે તેનું કારણ બજેટ નહિ પરંતુ ગ્લોબલ માર્કેટ્સ છે. બજેટના દિવસે પણ માર્કેટમાં આટલા પ્રમાણમાં કડાકો બોલ્યો નહોતો.

માર્કેટક્રેશઃ ૨૦૦ શેર્સ ૫૨ સપ્તાહની નીચે સપાટીએ

નવી દિલ્હી તા. ૬ : મંગળવારે શેરબજારમાં ૩.૬ ટકાના અકલ્પનીય કડાકાને પગલે શેરબજારમાં ૨૦૦ જેટલા શેર્સ તેની ૫૨ સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા. આજે શેરબજારમાં વૈશ્વિક રાહે સવારથી જ જોવા મળેલી સાર્વત્રિક વેચવાલીને પગલે આદિત્ય બિરલા કેપિટલ, આંધ્ર બેન્ક, બજાજ હિન્દુસ્તાન સુગર્સ, BGR એનર્જી સિસ્ટમ્સ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, કમિન્સ ઈન્ડિયા, ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા સહિતના આશરે ૧૮૮ શેર્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આ ઉપરાંત આજે ૫૨ સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહેલા શેરોમાં હિન્દુસ્તાન કમ્પોઝિટ્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, કલ્યાણી સ્ટીલ્સ, મેકસ ઈન્ડિયા, મેકસ ફાઈનાન્શિયલ

સર્વિસિસ, મોનેત ઈસ્પાત એન્ડ એનર્જી, નેશનલ ફર્ટિલાઈઝર્સ, ઓરિએન્ટ બેન્ક ઓફ કોમર્સ, ટાટા મોટર્સ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ઉત્ત્।મ ગાલ્વા સ્ટીલ્સ અને વેલસ્પન ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

આજે ઈન્ટ્રા ડેમાં BSE બેન્ચમાર્ક સેન્સેકસ ૧,૨૭૫ પોઈન્ટ અથવા ૩.૬ ટકા ગગડી ગયો હતો.

(2:40 pm IST)