Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

એર એશિયા હવે માત્ર ૨,૬૯૯ રૂપિયામાં વિદેશની સફર કરાવશે!

ઓફર ૧ ઓગસ્ટ ૨૦૧૮થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી

એર એશિયાએ માત્ર ૨૬૯૯ રૂપિયામાં વિદેશની યાત્રા કરવાનો મોકો આપી રહ્યું છે. આ ઓફર ૧ ઓગસ્ટ ૨૦૧૮થી શરૂ થશે અને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી રહેશે. આ એક પ્રમોશનલ ઓફર છે. જેમાં ભુવનેશ્વર, કોચિ, ગોવા, નવી દિલ્હી, જયપુર, ત્રિચુરાપલ્લી, બેંગ્લોર, ચૈન્નઈ અને વિશાખાપટનમથી કુઆલાલંપુર, બાલી અને સિંગાપુર, બેંગ્કોક જેવા દેશોમાં પણ સામેલ છે.

જો કે તમારે એડવાન્સ બુકિંગ કરાવવું પડશે. એર એશિયાની વેબસાઈટમાં સર્ચ કરતાં તમને માલૂમ પડશે કે ઓગસ્ટમાં ભુવનેશ્વરથી કુઆલાલંપુર સુધી એક તરફનું ભાડું માત્ર ૨,૬૯૮ રૂપિયા છે.

ઉપરાંત કોચિથી કુઆલાલંપુર (૩,૩૯૯ રૂપિયા), કલકત્તાથી બાલી (૮,૪૯૯ રૂપિયા), ચૈન્નઈથી કુઆલાલંપુર (૪,૩૯૯ રૂપિયા), હૈદરાબાદથી કુઆલાલંપુર (૫,૯૯૯ રૂપિયા), નવી દિલ્હીથી કુઆલાલંપુર (૫,૩૯૦ રૂપિયા) સુધીની ઓફર છે.

જો કે આ પ્રમોશનલ ઓફર માત્ર એર એશિયાની વેબસાઈટ પરથી જ બુક કરી શકાશે. જેનું પેમેન્ટ ક્રેડિટ, ડેબિટ અને ચાર્જ કાર્ડથી બુક કરાવી શકાય છે. આ ટિકીટમાં ટેકસ પણ સામેલ છે. એટલું જ નહીં આ ટિકીટોમાં સીટોની સંખ્યા સીમિત છે. ટિકીટ એર એશિયાના નિયમો પ્રમાણે જ બુક કરાવી શકશો.(૨૧.૮)

(10:52 am IST)