Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રોહિંગ્યા સંકટથી ક્ષેત્રીય સુરક્ષા જોખમાઇ શકે છેઃ યુનો

રોહિંગ્યા સંકટ ધાર્મિક ઓળખ આધારિત સંઘર્ષનું રૂપ લેશે તો મ્યાનમારમાં વધુ ગંભીર સ્થિતિ સર્જાઇ શકે

મ્યાનમાર તા. ૬ : સંયુકત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રોહિંગ્યા મુસ્લિમ અલ્પસંખ્યકો પર મ્યાનમારમાં કરવામાં આવી રહેલું ઉત્પીડન ક્ષેત્રીય સુરક્ષાને વધુ જોખમુ બનાવી શકે છે.સંયુકત રાષ્ટ્ર માનવાધિકારના પ્રમુખ જીદરાદ અલ હુસૈને ઈન્ડોનેશિયામાં એક સંબોધન દરમિયાન જણાવ્યું કે, રોહિંગ્યા વિરુદ્ઘ કરવામાં આવેલી હિંસક કાર્યવાહી દરમિયાન નરસંહાર અને જાતીય સફાઈની કાર્યવાહી કરવામાં આવી હોય તેમ પણ બની શકે છે. જેના કારણે આશરે ૧૦ લાખ રોહિંગ્યા મુસ્લિમોએ મ્યાનમારમાંથી પલાયન કરીને પાડોશી દેશ બાંગ્લાદેશમાં આશ્રય મેળવ્યો છે.

ઈન્ડોનેશિયાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે ગયેલા સંયુકત રાષ્ટ્ર માનવાધિકારના પ્રમુખ જીદરાદ અલ હુસૈને વધુમાં જણાવ્યું કે, ક્ષેત્રની સુરક્ષા પર ગંભીર પ્રભાવની સાથે મ્યાનમાર હાલમાં કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જો રોહિંગ્યા સંકટ ધાર્મિક ઓળખ આધારિત સંઘર્ષનું રૂપ લેશે તો મ્યાનમારમાં વધુ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, રોહિંગ્યા મુસ્લિમ સમુદાયને વિશ્વમાં સૌથી પ્રતાડિત અલ્પસંખ્યક સમુદાય માનવામાં આવે છે. આ સમુદાયની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેઓ જે પણ દેશમાં શરણ લે છે ત્યાં તમને જે-તે દેશ અથવા વિસ્તારની આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ માનવામાં આવે છે.(૨૧.૬)

(9:52 am IST)