Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અમેરિકી શેરબજાર કડડભૂસઃ એશિયન બજારોમાં કડાકો

વોલ સ્ટ્રીટમાં ૧૬૦૦ પોઇન્ટનો તોતીંગ ઘટાડોઃ ડાઉ જોન્સ અને એસ એન્ડ પી-પ૦૦ પણ તુટયાઃ ઓગષ્ટ ર૦૧૧ બાદ સૌથી મોટો ઘટાડોઃ અમેરિકી શેરબજાર ૧૧૭પ પોઇન્ટના ઘટાડા સાથે બંધઃ જાપાન, દ.કોરીયા, ઓસ્ટ્રેલીયા સહિતના બજારો પણ તુટયા

વોશીંગ્ટન તા.૬ : અમેરિકી શેરબજારમાં કડાકો બોલી ગયો છે. ઓગષ્ટ-ર૦૧૧ બાદ સૌથી મોટો કડાકો બોલી જતા ઇન્વેસ્ટરો સ્તબ્ધ થઇ ગયા છે. ગઇકાલે રાત્રે ડાઉ જોન્સ ૧૧૭પ.ર પોઇન્ટ એટલે કે ૪.૬ ટકાના ઘટાડા સાથે ર૪૩૪પ.૭પ પોઇન્ટના સ્તર ઉપર બંધ થયો. એસ એન્ડ પી-પ૦૦ સ્ટોક ઇન્ડેકસ ૩.૮ ટકા અને નાસ્ડેક ૩.૭ ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. અમેરિકી બજાર પોતાના શિખરથી ૭ ટકા જેટલો તુટી ચુકયો છે. અમેરિકી બજારને પગલે એશિયન માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે.

બજારની હાલત જોતા વ્હાઇટ હાઉસે પણ નિવેદન જારી કર્યુ છે. વ્હાઇટ હાઉસે કહ્યુ છે કે અમારી ચિંતા હંમેશા બની રહે છે. ખાસ કરીને બજારમાં ઘટાડો થતો હોય છે. અત્રે એ નોંધનીય છે કે ર૦૦૮ના નાણાકીય સંકટ દરમિયાન ડાઉ જોન્સ ૭૭૭ પોઇન્ટ તુટયો હતો. ડાઉ જોન્સ અને એસ એન્ડ પી-પ૦૦ ઇન્ડેકસ ઓગષ્ટ ર૦૧૧ બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. મોંઘા બોન્ડ યીલ્ડ ડે રોકાણકારોની ઉંઘ હરામ કરી દીધી છે જે ર.૮૮ ટકા સુધી પહોંચી ગયો છે.

જાણકારોના કહેવા મુજબ અમેરિકી રોકાણકારો અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણમાં નાના પરંતુ મહત્વના પરિવર્તનો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગોલ્ડમેન સેકસનું કહેવુ છે કે બજારમાં આ વર્ષે ઘણી ઉથલપાથલ થતી રહેશે. સેન્ટ્રલ બેંક ઓછા બોન્ડ ખરીદે છે અને વ્યાજદર વધારી રહ્યા છે તો એસ એન્ડ પીનું કહેવુ છે કે, ગઇકાલે સેલ ઓફ એ કંપનીઓના શેરોને વેચવા માટે આગળ વધવા માટે મજબુર કર્યા હતા. એરીન ગીબ્ઝનું કહેવુ છે કે આ અર્થવ્યવસ્થાનું પતન નથી અને ચિંતાનો વિષય પણ નથી.

દરમિયાન વોલ સ્ટ્રીટના ઘટાડા બાદ એશિયન માર્કેટોમાં કડાકો બોલી ગયો છે. જાપાનનો નિકેઇ ૪.૬ ટકા, ઓસ્ટ્રેલીયન ૩.૦ ટકા, દ.કોરિયાનો શેર ર.૦ ટકા તુટી ગયા છે. ગઇકાલે વોલ સ્ટ્રીટમાં સેશન દરમિયાન ૧૬૦૦ પોઇન્ટનો કડાકો બોલી જતા એશિયન માર્કેટ પણ હચમચી ઉઠયા છે.(૩-૨)

(3:40 pm IST)