Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2023

કેન્દ્ર નથી ઈચ્છતું કે જમ્મુના લોકો ગરીબી રેખાથી ઉપર આવે- મહેબૂબા મુફ્તીએ લગાવ્યો આરોપ

પીડીપી નેતાએ કહ્યું-જમ્મુ-કાશ્મીર ખીણમાં દરોડા પાડીને લોકોને કોઈ કારણ વગર પરેશાન કરાઈ રહ્યાં છે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શ્રીનગરના પીર બાગ વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે જમ્મુ-કાશ્મીરના લોકો ગરીબી રેખાથી ઉપર આવે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ખીણમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને લોકોને કોઈ કારણ વગર પરેશાન કરવામાં આવી રહ્યા છે.

 

   
(6:20 pm IST)