Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કેમિકલયુક્‍ત હેર પ્રોડક્‍ટ અને ખરાબ પાણીના લીધે ખરતા વાળ પર કાબુ મેળવવા ઘરગથ્‍થુ ઉપચાર અજમાવી શકાય

આંબળાનો રસ, લીંબુનો રસ, ડુંગળીનો રસ 30 મિનીટ સુધી વાળમાં લગાવવાથી ખરતા વાળ બંધ થઇ શકે

નવી દિલ્‍હીઃ કેમિકલયુક્‍ત હેર પ્રોડક્‍ટ કે અન્‍ય કારણોસર ઘણા લોકોની વાળ ખરવાની સમસ્‍યા સામાન્‍ય છે. ત્‍યારે ઘરગથ્‍થુ ઉપચાર કરી વાળને ખરતા અટકાવી શકાય છે.

શિયાળાની મારથી આપણા વાળ પણ અછૂતા રહેતા નથી. આ દિવસોમાં ડેંડ્રફ અને વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આજકાલ દર બીજા વ્યક્તિને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેમિકલવાળી હેર પ્રોડક્ટ અને ખરાબ પાણીના લીધે ખરતાવાળ પર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ છે. 

આંબળા વાળ માટે ફાયદાકારક છે. આંબળામાં વિટામીન સી હોય છે જે વાળને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. આંબળાનો રસ વાળમાં લગાવવાથી હેરફોલની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. તેનો પાવડર બનાવીને લીંબૂના રસ સાથે લગાવવાથી પણ ફાયદો થાય છે. 

ડુંગળીનો રસ હેરફોલને કંટ્રોલ કરવામાં કારગર છે. ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરવાની સમસ્યા બંધ થઇ જાય છે. ડુંગળીને પીસીને રસ કાઢી લો અને વાળમાં 30 મિનિટ સુધી લગાવો, વાળ ખરવાના બંધ થઇ જશે. 

મેથી વાળ માટે ફાયદાકારક છે. મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે જે વાળને મજબૂત બનાવે છે. મેથીના દાણાને વાટીને લગાવવાથી હેરફોલ અને ડેંડ્રફની પરેશાની દૂર થઇ જાય છે. 

વાળમાં જામી ગયેલી ગંદકી હેરફોલનું કારણ બને છે. લીમડામાં એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે જે વાળના મૂળમાં જમા ગંદકીને દૂર કરે છે. આ પ્રકારે લીમડાના ઉપયોગથી વાળ ખરવાનું બંધ થઇ જાય છે. 

મહેદી વાળ માટે ફાયદાકારક છે. મેથીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ ઉપલબ્ધ હોય છે જે વાળને મજબૂત બનાવે છે. મહેંદીના પત્તાને વાટીને અથવા નેચરલ મહેદીનો પાવડર વાળમાં લગાવવાથી હેરફોલની સમસ્યા દૂર થાય છે. 

(5:41 pm IST)