Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બાબા રામદેવ ‘‘ભેળસેળના રાજા'' છે, પતંજલીના ઉત્‍પાદનો સામે દેશવ્‍યાપી આંદોલનની ચેતવણી આપતા ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ

તેઓ મહર્ષિ પતંજલીના નામનો દુરઉપયોગ કરે છે : ઉત્તર પ્રદેશના સાંસદનો આક્રોશ

 લખનવ,તા.૫ : ઉત્તર પ્રદેશના કૈસરગંજના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે બાબા રામદેવને ‘ભેળસેળના રાજા' ગણાવતા પતંજલિના ઉત્‍પાદનો સામે દેશવ્‍યાપી આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.

ડેક્કન હેરાલ્‍ડના અહેવાલ અનુસાર, પત્રકારો સાથે વાત કરતા ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના કૈસરગંજ લોકસભાના સાંસદ બ્રિજ ભૂષણે આરોપ લગાવ્‍યો કે પતંજલિ દ્વારા વેચવામાં આવતુ ઘી નકલી છે અને લોકોને અપીલ કરી છે કે તે ઘી ન ખરીદે અને તેના બદલે લોકોને તેમને ગાય રાખવાનું કહ્યું, જેથી તેઓ જાતે ઘી તૈયાર કરી શકે.

જણાવી દઇએ કે સાંસદ સિંહે પતંજલિના ઉત્‍પાદનોની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્‍યા પછી પતંજલિના ડિરેક્‍ટર આચાર્ય બાલકળષ્‍ણ દ્વારા તેમને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી અને તેમને બિનશરતી માફી માંગવા માટે કહેવામાં આવ્‍યું હતું.

આ અંગે સિંહે કહ્યું કે, ‘જો જેલમાં જવું એ લોકોના હિતમાં છે તો હું તેનાથી ડરતો નથી. મેં જે કહ્યું છે તેના પર હું ઊભો છું. હું સંત સમુદાયને અપીલ કરું છું કે રામદેવ સામે ઉભા રહે કારણ કે તેઓ મહર્ષિ પતંજલિના નામનો દુરૂપયોગ કરી રહ્યા છે.

બીજેપી સાંસદે એમ પણ કહ્યું કે ભૂતકાળમાં પણ પતંજલિના ઉત્‍પાદનોની ગુણવત્તા પ્રશ્‍નમાં રહી છે અને કંપની અને તેના -મોટરો સામે પગલાં લેવા સરકારને અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે તેઓ દેશભરના ઋષિ-મુનિઓની એક બેઠકનું આયોજન કરશે, જ્‍યાં રામદેવ વિરુદ્ધ દેશવ્‍યાપી આંદોલન ચલાવવાનો નિર્ણય લેવામાં આવશે.

ઝી ન્‍યૂઝના એક સમાચાર અનુસાર, આ વિવાદ ગત નવેમ્‍બર મહિનામાં શરૂ થયો હતો જ્‍યારે એમપી સિંહે બારાબંકીમાં એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે ‘પોતાને અને બાળકોને સ્‍વસ્‍થ રાખવા માટે શુદ્ધ દૂધ અને ઘી ખૂબ જ જરૂરી છે'. ભેંસ અને ગાય પાળશો તો જ શુદ્ધ દૂધ અને ઘી મળશે, નહીં તો રામદેવનું નકલી ઘી ખાવું પડશે.

આ સાથે એક પ્રસંગે તેમણે મહર્ષિ પતંજલિના નામનું દુરપયોગ કરવાનો આરોપ લગાવતા પતંજલિ યોગપીઠ પર પણ નિશાન સાધ્‍યું હતું.

નવભારત ટાઈમ્‍સ અનુસાર, તેમણે કહ્યું હતું કે પતંજલિના નામથી મસાલા, દૂધ, ઘી અને અન્‍ડરવેર વેચવાનો ધંધો મહર્ષિના નામનો સીધું શોષણ કરી રહ્યો છે. તમે કોની પરવાનગીથી આ નામ વાપરો છો?

આ પછી આચાર્ય બાલકળષ્‍ણે ટ્‍વિટર પર બ્રિજભૂષણ શરણ સિંહ પર નિશાન સાધ્‍યું હતું અને તેમને બંધારણ અને કાયદાની મર્યાદામાં રહીને જવાબ આપવા કહ્યું હતું.

જે બાદ એમપી સિંહને નોટિસ પણ મોકલવામાં આવી હતી.

મેગેઝીનના અહેવાલ મુજબ, આના જવાબમાં ભાજપના સાંસદે કહ્યું હતું કે લાગે છે કે મામલો થોડો આગળ વધી ગયો છે. એટલા માટે બાબાજી વતી મને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. નોટિસના ૩ દિવસની અંદર અમારે જાહેરાત, મીડિયા અથવા અન્‍ય કોઈપણ માધ્‍યમ દ્વારા માફી માંગવી જોઈએ, નહીં તો તે માનહાનિનો કેસ દાખલ કરશે.

સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, ‘બાબા રામદેવ અને મારી વચ્‍ચે કોઈ લડાઈ નથી. દેશ, ખેડૂતો, ધર્મ અને સંતોના હિતમાં રામદેવના કેસમાં કોઈ કોર્ટ મને જેલમાં મોકલશે તો હું જેલમાં જઈશ અને જામીન કરાવીશ નહીં. મને દેશની ન્‍યાય વ્‍યવસ્‍થા અને બંધારણમાં પૂરો વિશ્વાસ છે.

(5:26 pm IST)