Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મક્કામાં છે વિશ્વની સૌથી મોટી હોટલ ૧૦ હજારથી વધુ રૂમ્‍સ અને ૭૦ જેટલી રેસ્‍ટોરન્‍ટ

પાંચ ફલોરનો ઉપયોગ કરશે આ દેશનો શાહી પરિવાર

મક્કા,તા. ૫: વિશ્વભરમાં એક કરતાં વધુ હોટલ છે. કેટલાક ખૂબ મોટી છે અને કેટલીક વૈભવી છે. દરેક હોટલની પોતાની વિશેષતા હોય છે. તમારા ખિસ્‍સામાં કેટલા પૈસા છે તે મહત્‍વનું છે. રજાઓ દરમિયાન તમે કોઈ મોટી હોટલમાં રહો કે ન રહો, પરંતુ તમારા મનમાં એક પ્રશ્ન તો ચોક્કસ આવ્‍યો જ હશે કે દુનિયાની સૌથી મોટી હોટેલ કઈ છે. એટલે કે, જે હોટેલમાં રૂમની મહત્તમ સંખ્‍યા, રેસ્‍ટોરાંની મહત્તમ સંખ્‍યા અને તે પણ મહત્તમ વિસ્‍તારમાં ફેલાયેલી હોય. જાણો દુનિયાની સૌથી મોટી હોટલ વિશે.

સાઉદી અરેબિયાના શહેર મક્કામાં દુનિયાની સૌથી મોટી હોટેલ ‘ૅઅબરાજ કુદાઈ' બનાવવામાં આવી રહી છે. તેમાં ૧૦ હજારથી વધુ રૂમ હશે. આ સાથે આ હોટલમાં ૭૦ રેસ્‍ટોરાં પણ હશે. જો કે આ હોટલનું કામ વર્ષ ૨૦૧૭માં પૂર્ણ થવાનું હતું, પરંતુ હજુ સુધી તે તૈયાર નથી. આ ૩.૫ અબજ ડોલરનો પ્રોજેક્‍ટ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થવાના કારણે આ હોટલનું કામ સમયસર પૂર્ણ થઈ શક્‍યું નથી.

હાલ રશિયામાં મોસ્‍કોમાં આવેલ હોટેલ ઇઝમેલોવો, વિશ્વની સૌથી મોટી હોટેલ છે. અહીં કુલ ૭,૫૦૦ રૂમ છે અને કોઈપણ હોટેલને આ સંખ્‍યાની બરાબરી કરવામાં થોડો સમય લાગી શકે એમ છે. આખી હોટેલ ચાર ટાવરની બનેલી છે, જેમાં પ્રત્‍યેકમાં ૩૦ માળ છે. દરેક ટાવરનું નામ ગ્રીક મૂળાક્ષરો - આલ્‍ફા, બીટા, વેગા અને ગામા-ડેલ્‍ટા પરથી રાખવામાં આવ્‍યું છે. ૧૯૮૦ના ઓલિમ્‍પિયાડ દરમિયાન એથ્‍લેટ્‍સને અહીં જ રાખવામાં આવ્‍યા હતા.

સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં દુનિયાની સૌથી મોટી હોટેલ બનાવવામાં આવી રહી છે, જેમાં કુલ ૧૦,૦૦૦ રૂમ હશે. રૂમ ઉપરાંત ૧૨ ટાવર ધરાવતી આ હોટેલમાં ૭૦ રેસ્‍ટોરાં પણ હશે, જે દિવસ-રાત ખુલ્લી રહેશે. આ હોટલનું નામ ‘અબરાજ કુદાઈ'હશે. ૪૫ માળની આ હોટલની ઉપર ચાર હેલિપેડ બનાવવામાં આવ્‍યા છે, જેથી મહેમાન હેલિકોપ્‍ટર દ્વારા ત્‍યાં ઉતરી શકે.

વર્ષ ૧૯૯૯માં શરૂ થયેલી વેનેટીયન હોટેલ આ યાદીમાં ટોપ પર છે. આ ૩૬ માળની હોટલ છે. આ સાથે ૫૩ માળનું ધ પલાઝો પણ છે જે વેનેટિયનનો એક ભાગ છે. બંને એક જ હોટલ તરીકે ઓળખાય છે અને તેનું બુકિંગ પણ એકસાથે થાય છે. લાસ વેગાસમાં વેનેટીયન અને ધ પલાઝોમાં કુલ ૭,૦૧૭ રૂમ છે.

(10:49 am IST)